મોરબીમાં રહેતા યુવાનને પરીણિત પ્રેમિકાએ આપી મારી નાખવાની ધમકી

Local | Morbi | 28 March, 2024 | 02:24 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
 

મૂળ વાંકાનેરના કુંભારપરાના રહેવાસી અને હાલમાં મોરબીના ઘૂટું રોડ ઉપર આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં રહેતા બીપીનભાઈ નટુભાઈ સારેસા (36) નામના યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનીષાબેન મનુભાઈ ચાવડા રહે. પીપળા તાલુકો ધાંગધ્રા તથા અનિતાબેન વાલજીભાઈ પરમાર અને વાલજીભાઈ પરમાર રહે. બંને સાપકડા તાલુકો હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં તેને જણાવ્યું છે કે તેને મનીષાબેન ચાવડા દ્વારા પોતાના ફોન ઉપરથી ફોન કરીને ગત તા. 24/2/24 ના રોજ ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે તેમજ મનિષાબેનની દીકરી અનિતાબેન અને મનીષાબેનના જમાઈ વાલજીભાઈ અવારનવાર ફોન કરીને ધમકીઓ આપતા હતા જેથી કરીને હાલમાં ભોગ બનેલા બીપીનભાઇએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 507, 506 (2) 114 મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વધુમાં ફરિયાદી બીપીનભાઈ સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે, મનીષાબેન ચાવડા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને તેની દીકરી અનિતાબેન અને વાલજીભાઈ અવારનવાર તેને ફોન કરીને ધમકીઓ દેતા હતા અને તેની સામે અગાઉ એક પોલીસ ફરિયાદ પણ કરી હતી અને મનીષાબેન દ્વારા તેને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જે અંગેની પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
 

અકસ્માતમાં ઇજા
 

ચોટીલા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજથી આગળના ભાગમાં રાજકોટ તરફ જતા હોટલ ન્યુ ડ્રાઇવર વિજય સામેના ભાગમાંથી ચોટીલા તાલુકાના ગઢેચી ગામે મૂળ રહેવાસી અને હાલમાં રાજકોટના કુવાડવા રોડ ઉપર માર્કેટયાર્ડની બાજુમાં આવેલ શિવમ સોસાયટી શેરી નં- 5 માં રહેતા અનિલભાઈ રઘુભાઈ દેવીપુજક (27) નામનો યુવાન પોતાની છકડો રીક્ષા નંબર જીજે 3 એક્સ 3029 લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર આરજે 14 જીપી 8721 ના ચાલકે તેનો ટ્રક બેફિકરાઈથી ચલાવીને છકડો રિક્ષાને ઠોકર મારી હતી ત્યારે અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી તથા તેના પિતા રોડ ઉપર પડી જતા બંનેને શરીરે ઇજાઓ થઈ હતી અને ફરિયાદીના પિતાને માથામાં હેમરાજ જેવી ગંભીર ઇજા થયેલ છે અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાશી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj