લંડન,તા.23
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ વિશે ચર્ચા છે કે તે પ્રેગ્નન્ટ છે. હાલમાં જ લંડનથી કેટરિનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેનો પતિ વિકી કૌશલ તેનો હાથ પકડીને ચાલતો જોવા મળે છે.
આ વીડિયોમાં કેટરિના લૂઝ આઉટફિટ્સ પહેરીને ધીમે-ધીમે ચાલતી જોવા મળે છે. આવી સ્થિતિમાં, યુઝર્સમાં ચર્ચા શરૂ થઈ હતી કે અભિનેત્રી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.
વીડિયો જોઈને ઘણા યૂઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે કેટરિના પ્રેગ્નન્ટ છે, તો કેટલાકનું કહેવું છે કે, અભિનેત્રી દીપિકા પાદુકોણ કરતા વધુ મોટુ બેબી બંપ લાગે છે.
એક રિપોર્ટ અનુસાર, કેટરિના યુકેમાં મોટી થઈ છે અને તેનું લંડનના હેમ્પસ્ટેડમાં ઘર પણ છે. આવી સ્થિતિમાં અનુષ્કા શર્માની જેમ તે પણ લંડનમાં જ પોતાના બાળકને જન્મ આપી શકે છે. વિકી પણ આ દિવસોમાં ત્યાં છે.
કેટરિના અને વિકીએ રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ રિસોર્ટમાં 9 ડિસેમ્બર 2021ના રોજ પરંપરાગત હિન્દુ વિધિથી લગ્ન કર્યાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy