જામનગર જિલ્લાના 100 ગામોમાં ગ્રામ પંચાયત ઘરનો અભાવ

Local | Jamnagar | 28 March, 2024 | 02:49 PM
સાંજ સમાચાર

જામનગર તા.28

જામનગર જિલ્લામાં આવેલ ગ્રામ પંચાયત કુલ 421 આવેલ છે.જેમાંથી 100 ગ્રામ પંચાયત ધર  વિહોળી હોય ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગ્રામજનો પંચાયત ધર બનવાની રાહ વર્ષોથી જોઈ રહ્યા છે.

એક તરફ  ગાસમડાઓનો વિકાસની મોટી મોટી ગુલબાગ ફૂંકાઈ રહી છે. ત્યારે ગ્રામજનોને માટે ગ્રામ પંચાયત ધર  તે રાષ્ટ્રપતિ ભવન સમાન હોય છે. કારણ કે સરકારી તમાંમ પ્રકાર કામગીરી પંચાયત કચેરીમાં કાર્યરત હોય છે.એટલું નહિ ગ્રામજનોના તમામ જમીન મકાન સહિતનું દસ્તાવેજો સહિતનું સરકારી દફતર  ગ્રામ પંચાયત ઘરમાં રાખવામા આવે છે.ગ્રામ પંચાયત ના તલાટી મંત્રી પણ આ કચેરીમાં હાજર રહે છે.

એટલું નહીં ગામની  મુલાકાતે કોઈપણ સરકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ મુલાકાતે આવે તો તે ગ્રામ પંચાયત કચેરીમાં બેસીને ગામના પ્રશ્નો અને રજુઆત સાંભળે છે. ઉપરાંત ગામડામાં સરકારી કોઈપણ યોજના પહોંચાડવા માટે ગ્રામ પંચાયત કચેરીનું વિશેષ મહત્વ ગ્રામજનો માટે હોય છે.  જે ગામમાં પંચાયત કચેરી આવેલ ન હોય તે ગામનું સરકારી રેર્કડ કયા રાખવા કોઈ મહાનુભાવો આવે તેઓને ક્યાં બેસાડવા તે મોટો પ્રશ્ન ઉભો થાય  છે.આવી તમામ સમશ્યાના ઉકેલ માટે ગ્રામ પંચાયત કચેરી અતિ આવશ્યક છે.

ત્યારે જામનગર જિલ્લા પંચાયત દ્રારા છ તાલુકા પંચાયત હસ્તક કુલ 421 ગ્રામ પંચાયત આવેલ છે. જેમાંથી  289 ગામોમાં પંચાયત ધર આવેલ છે. જ્યારે બાકીના 132 ગામોમાં પંચાયત ધર વિહોળી છે. આવા ગામડાઓના ગ્રામજનો પંચાયત ધરની માગણી કરતા હોય.જેને ધ્યાને લઇ ડી.આર.ડી.એ હસ્તક મનરેગા યોજના હેઠળ 132 ગામોમાં પંચાયત ધર બનવવા જિલ્લા પંચાયતે દરખાસ્ત કરી હતી.

જે મુજબ મનરેગા યોજના હેઠળ 20 ગામમાં પંચાયત ધરનું બાંધકામ પૂર્ણ થયું છે.જ્યારે બાકીના 112 ગ્રામ પંચાયત ઘરના કામો હાલ પ્રગતિ હેઠળ હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. 
આમ આવનારા સમયમાં  જામનગર જિલ્લા જિલ્લાની 421 ગામોમાં ગ્રામ પંચાયત ધર એટલે કે કચેરી ભવનનું કાર્યરત બનશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj