અક્ષય કુમારની દરીયાદીલી...

‘બડે મિયા છોટે મિયાં’ ફલોપ થતાં નિર્માતાને કહ્યું, બધાના પગાર થઈ જાય બાદમાં મને ફી આપજો!!!

India, Entertainment | 02 July, 2024 | 03:12 PM
‘બડે મિયા છોટે મિયા’ના નિર્માતા સાથે અક્ષયકુમાર
સાંજ સમાચાર

મુંબઈ: જેકી ભણનાણી અને વાશુ ભગનાણીની પ્રોડકશન કંપની પૂજા એન્ટરટેઈનમેન્ટ કરજના બોજ નીચે દબાયેલી છે. એથી અક્ષયકુમારે પોતાનું પેમેન્ટ હોલ્ડ પર રાખવા કહ્યું છે. આ બેનર હેઠળ બનેલી ફિલ્મોના કાસ્ટ અને ક્રુ-મેમ્બર્સનો પગાર ઘણા વખતથી બાકી છે.

પૂજા એન્ટરટેઈનમેન્ટે ‘ગનપત’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘મિશન રાનીગંજ’ પ્રોડયુસ કરી હતી. આ ત્રણેય ફિલ્મો બોકસ-ઓફિસ પર ખરાબ રીતે ફલોપ થઈ હતી. કંપની પર 250 કરોડ રૂપિયાનું દેવું છે. તેમણે 80 ટકા સ્ટાફ પણ ઓછો કરી દીધો છે.

એવામાં તેમને સપોર્ટ કરવા અક્ષયકુમાર આગળ આવ્યો છે. તેણે જણાવ્યું છે કે જયાં સુધી બધાનો પગાર પુરો ન ચુકવવામાં આવે ત્યાં સુધી તેનું પેમેન્ટ હોલ્ડ પર રાખવામાં આવે. એ વિશે જેકી ભગનાણી કહે છે, ‘અક્ષય સરે તાજેતરમાં જ મારી સાથે આ વિષય પર ચર્ચા કરી છે.

અક્ષય સરે સામે ચાલીને ક્રુને સપોર્ટ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, જયાં સુધી ફિલ્મના તમામ કાસ્ટ અને ક્રુ-મેમ્બર્સને તેમનું પૂરું પેમેન્ટ ન મળી જાય ત્યાં સુધી તેનું પેમેન્ટ ન આપવામાં આવે. આ સમજદારી દેખાડવા માટે અને અમારી પડખે ઉભા રહેવા માટે અમે અક્ષય સરના આભારી છીએ.’

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj