રૂા.350 કરોડની ફિલ્મ ‘કંગુવા’માં ફરી એક વખત બોબી દેઓલ ‘વિલન’માં

India, Entertainment | 02 July, 2024 | 05:23 PM
સાંજ સમાચાર

મુંબઇ : સુર્યા સ્ટારર ફિલ્મ ‘કંગુવા’એ વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. ટીઝર તેની રોમાંચક અને વિશાળ દુનિયાની ઝલક આપે છે. જેમાં સુપરસ્ટાર સુર્યાને શકિતશાળી યોધ્ધા તરીકે અને બોબી દેઓલને વિલન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ બંનેને અગાઉ કયારેય આ રીતે જોયા નહોતા જોઇને ચાહકોમાં આ ફિલ્મને લઇને એક અલગ જ ઉત્તેજના છે. 

ફિલ્મ સંબંધિત આ તમામ અપડેટ દર્શકોમાં ઉત્તેજના વધારી દીધી છે. અને હવે નિર્માતાઓએ આખરે ફિલ્મની રીલીઝ ડેટની જાહેરાત કરી છે. અહેવાલ છે કે આ ફિલ્મ 10 ઓકટોબર, ર0ર4ના રોજ વિશ્ર્વભરમાં રીલીઝ થશે.

સૂર્યાની ‘કંગુવા’ કયારે રીલીઝ થશે ?
‘કંગુવા’ આ વર્ષની સૌથી મોટી અને સૌથી મોંઘી ફિલ્મ બની રહેશે. આ ફિલ્મનું બજેટ રૂા. 350 કરોડ છે. વધુ બજેટ સાથે તે પુષ્પા, સિંઘમ અને અન્ય ઘણી મોટી ફિલ્મો કરતા મોટી છે. ફિલ્મનું શુટીંગ અલગ અલગ ખંડોના 7 દેશોમાં કરવામાં આવ્યું છે.

નિર્માતાઓ આ ફિલ્મ માટે એક આનોખો વિશ્ર્વાસ ધરાવે છે. કારણ કે તે પ્રિહિસ્ટોરીક સમયગાળાની એક અનોખી ફિલ્મ છે. નિર્માતાઓએ એકશન અને સિનેમેટોગ્રાફી જેવા ટેકનીકલ વિભાગો માટે હોલીવુડના નિષ્ણાંતોની હાયર કર્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj