ગોંડલમાં હિટવેવની આગાહીના પગલે માર્ગો બન્યા સુમસામ

Local | Gondal | 27 March, 2024 | 11:20 AM
ગરમીના પ્રકોપથી લોકો બહાર નિકળવાનું ટાળી રહ્યા છે: લોકોને વધુને વધુ પાણી પીવાની સલાહ
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.27
 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીએ જોર પકડ્યું છે. ગોંડલમાં પણ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. તડકાને કારણે બપોરે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે. ગોંડલ શહેરના રસ્તાઓ સુમસામ થયા છે. 

હિટ વેવની આગાહીને લઈને ગોંડલ શહેરના રસ્તાઓ સૂમસામ બન્યા છે. રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર બપોર બાદ હાઇવે પર વાહનોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. આખો દિવસ વાહનોથી ધમધમતો નેશનલ હાઇવે પર એકલ દોકલ વાહનો જોવા મળ્યા હતા. ભારે તાપ અને ગરમીને લઈને લોકો ઘરમાં પુરાયા છે. ભારે તાપને લઈને લોકો ટોપી - ચૂંદડી બાંધીને નીકળવાની ફરજ પડી છે. ગરમીને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે લોકોએ ઠંડા પીણાં અને શેરડીના રસનો સહારો લીધો છે. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ-સુકા પવનથી લોકો પરેશાન થયા હતા અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે વધુ બે દિવસ હીટવેવ રહેવાની સંભાવના છે.

કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. બીજી તરફ ભેજનું પ્રમાણ ઘટતા ગરમ-સુકા પવનથી લોકો પરેશાન થયા હતા અને કાળઝાળ ગરમીથી બચવા લોકોએ બપોરના સમયે ઘરમાં જ પુરાઇ રહેવાનું પસંદ કર્યું હતું. ત્યારે વધુ બે દિવસ હીટવેવ રહેવાની સંભાવના છે.

આકાશમાંથી સતત વરસી રહેલી અગન વર્ષા વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત તમામ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે રહેતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. આ વખતે માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડવાને કારણે લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગરમીથી બચવા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ લોકોને પાણી વધુ પીવાની અને સુતરાઉ કપડા પહેરવા જણાવાયુ છે. જેથી ગરમીથી બચી શકાય.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj