દારૂમાં પકડાઈ જતો હોય હથિયાર હેરાફેરીનો ઈરાદો હતો

દેશી તમંચો વેચવા ગ્રાહક શોધતો પારડીનો પ્રકાશ ઉર્ફે બલવા ઝડપાયો

Crime | Rajkot | 28 March, 2024 | 12:46 PM
♦ સાતમ-આઠમના તહેવાર વખતે થોરાળાના સલીમ મીયાણા પાસેથી હથિયાર-કારતુસ લીધા’તા: કોઈ ગ્રાહક મળે તે પહેલા જ રૂરલ એસઓજીએ દબોચી લીધો
સાંજ સમાચાર

♦ લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી રાજકોટ ગ્રામ્ય પોલીસને ગેરકાયદે હથિયાર પકડવામાં બીજી સફળતા મળી

રાજકોટ તા.28
રાજકોટ રૂરલ એસઓજીએ ગેરકાયદે દેશી તમંચા સાથે પારડીના શખ્સને દબોચી લીધો હતો. લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી રાજકોટ ગ્રામ્ય પોલીસને બીજી સફળતા મળી છે. આ અગાઉ નારણકા ચોકડી પાસેથી તા.24 માર્ચના રોજ ચોટીલાના શખ્સને પીસ્ટલ અને કારતુસ સાથે ઝડપી લેવાયો હતો.

એસઓજી સૂત્રોએ જણાવ્યું કે, રાજકોટ રેન્જના આઈજી અશોકકુમાર યાદવે હથીયારધારા અંગેના કેસો કરવા માટે ખાસઝુંબેશનું આયોજન કરેલ હોય, જે ઝુંબેશ અનુસંધાને રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય - જિલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખતા શખ્સો ઉપર વોચ રાખી અને વધુને વધુ કેસો કરવા માટે સુચના કરવામાં આવેલ હતી.

જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના પીઆઈ એફ એ પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પીએસઆઇ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે  પેટ્રોલિંગમાં હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ કનેરીયા, કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચરને સંયુક્ત રીતે ખાનગી રાહે હકિકત મળેલ કે, પીપળીયા પાળ ગામ પાસે આવેલ યશવીર નામના કારખાનાની બાજુમાં આવેલ દ્વારકાધીશ નામની ચાની કેબીન નજીક પ્રકાશ ઉર્ફે બલવા મેઘા ચુડાસમા (ઉ.વ.23, રહે.પારડી, શીતળા માતાના મંદિર) પાસે ગેરકાયદેસર હથિયાર છે. અને તે વેચવાની ફિરાકમાં ગ્રાહકો શોધી રહ્યો છે.

હકીકત વાળી ચા ની કેબિને વોચ ગોઠવતા આરોપી પ્રકાશ ઉર્ફે બલવા મળી આવતા તેના કબ્જામાંથી રૂ.5000ની કિંમતનો એક દેશી તમંચો, રૂ.200ની કિંમતના 2 કારતુસ અમે કુલ રૂ.5,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને લોધિકા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

 પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે, પ્રકાશ અગાઉ દારૂના ગુનામાં પકડાયો હતો. પછી કારખાનામાં કામ કરતો. તે થોરાળાના સલીમ મિયાણા પાસેથી સાતમ આઠમના તહેવાર વખતે હથિયાર લાવ્યો હતો. પછી પોતાની પાસે જ રાખ્યું હતું. હવે થોડા દિવસો પહેલા તેને વેચવા નક્કી કર્યું હતું. જોકે કોઈ ગ્રાહક મળે તે પહેલાં જ એસઓજીનો ભેટો થઈ ગયો હતો.

પોલીસનું અનુમાન છે કે, પ્રકાશ દારૂ વેચતો ત્યારે સલીમ તેની પાસેથી દારૂ ખરીદતો હોય અને તે રીતે પરિચયમાં આવ્યો હોય શકે. પ્રકાશ દારૂના ગુનામાં પકડાઈ જતો હતો એટલે તેણે હથિયાર હેરાફેરીનો ધંધો કરવા નક્કી કર્યું પણ હથિયાર વેચે તે પહેલા જ ઝડપાઇ ગયો હતો. આ કામગીરી એસ.ઓ.જી. રાજકોટના પીઆઈ એફ.એ.પારગી, પીએસઆઇ બી.સી.મિયાત્રા, એ.એસ.આઇ. અતુલભાઈ ડાભી, જયવિરસિંહ રાણા, સંજયભાઇ નીરંજની, ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ કનેરીયા, ભગીરથસિંહ જાડેજા, હિતેશભાઈ અગ્રાવત, વિજયભાઇ વેગડ, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડા, કોન્સ્ટેબલ શિવરાજભાઇ ખાચર, વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવર તથા રધુભાઇ ઘેડ દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj