જામનગરના રડાર રોડ ઉપર ઘરમાં જુગાર રમતા છ ઝડપાયા

Local | Jamnagar | 29 March, 2024 | 03:33 PM
સાંજ સમાચાર

જામનગર તા.29
 

જામનગરમાં ગોકુલનગર રડાર રોડ નજીક કોઇ શખ્સ પોતાના રહેણાંક મકાનમાં જુગાર રમાડતો હોવાની સિટી સી ડિવિઝન પોલીસના કાને વાત પડતા પોલીસ કાફલો દોડી ગયો હતો. જ્યાં રેઇડ પાડતા છ પત્તાપ્રેમીઓ પોલીસ ઝપટે ચડ્યાં હતાં. પોલીસે તમામ જુગારીઓના કબ્જામાંથી 17 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે સિટી સી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર શહેરના ગોકુલનગર, રડાર રોડ, રામનગર શેરી નં.8માં રહેતો માલદેભાઇ આલાભાઇ ચાવડા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમનીના આધારે સિટી ડિવિઝન પોલીસે આ જગ્યાએ દરોડો પાડતા જુગાર રમી રહેલાં માલદેભાઇ આલાભાઇ ચાવડા (ઉ.વ.52, રહે.ગોકુલનગર, રડારરોડ, રામનગર શેરી નં.8, જામનગર), રામભાઇ પોલાભાઇ વસરા (ઉ.વ.48, રહે.ગોકુલનગર, પાણાખાણ, શેરી નં.7, જામનગર), આશાબેન કેશુભાઇ મોઢવાડિયા (ઉ.વ.34, રહેે.અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં.39, રૂમ નં.10, જામનગર), સતીબેન માલદેભાઇ ચાવડા (ઉ.વ.50, રહે.ગોકુલનગર રડાર રોડ, રામનગર શેરી નં.8, જામનગર), દક્ષાબા જબરસિંહ રાઠોડ (ઉ.વ.40, રહે.હર્ષદલિમની ચાલી પાસે, પ્રણામી-3, મકાન નં.17, જામનગર), શાંતાબેન પરસોતમભાઇ શેઠિયા (ઉ.વ.50, રહે.દિ.પ્લોટ-58, જોલી બંગલા પાસે, જામનગર) નામના ચાર મહિલા સહિત છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે ઝડપાયેલા જુગારીઓના કબ્જામાંથી રૂા.17360 ની રોકડ રકમ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj