રાજકોટ,તા.28
માલધારી સોસાયટીમાં બંધબારણે તિનપતીનો જુગાર રમતાં છ ખાણીપીણીના ધંધાથીઓને બિ.ડીવીઝન પોલીસે દબોચી રૂ।5130ની રોકડ કબ્જે કરી હતી.દરોડાની વિગત અનુસાર, બિડીવીઝન પોલીસ મથકના પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં.ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ રાજેશ બાળા, કોન્સ્ટેબલ જયદિંપસિંહ બોરાણા, હોર્દિક છૈયા અને હોમગાર્ડ અજય ખાંભરાને મળેલ ચોકકસ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે કરણભાઈ ગાર્ડનની પાછળ માલધારી સોસાયટીમાં રહેતા ભુપત રઘુ બોસરીયાના મકાનમાં ચાલતાં તિનપતીનો જુગાર રમતાં ભુપત બોસરીયા, ધર્મેન્દ્રકુમાર ભગવતી પ્રસાદ નિસાદ, અરૂણ કુમાર ભગવતી પ્રસાદ નિસાદ, હેમંત કાશીરામ કુશવા, દિપક અમરશી નિસાદ (રહે તમામ માલધારી સોસાયટી) અને કિષ્નાબેન બજરંગી પ્રસાદ (રહે કેવડાવાડી મેઈન રોડ)ને દબોચી રૂ।5130ની રોકડ કબ્જે કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy