ગઢકા
ગ્રામ પંચાયત અને કેઇર્ન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સમુદાય સહાય કેન્દ્રનો પ્રારંભ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામ ખાતે કરવામાં આવ્યો હતો. કેઇર્ન ઇન્ડિયાના સી.એસ.આર. મેનેજર ઉમાકાંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ સમુદાય સહાય કેન્દ્રમાં સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ તેમજ અન્ય ઓનલાઇન સેવાઓનો લાભ ગઢકાના ગ્રામજનોને મળશે. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમારે સી.એસ.આર કામગીરી વિશે ગામ લોકોને માહિતગાર કર્યા હતા. સમુદાય સહાય કેન્દ્રનો ગામ લોકો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગઢકા ગામના સરપંચ અરવિંદભાઈ પરમાર, તલાટી કમ મંત્રી કૌશિક ગોજીયા, પે સેન્ટર આચાર્ય માલદેભાઈ કંડોરીયાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy