રામદેવજી મહારાજ છેલ્લા 20 થી પણ વધુ વર્ષથી યોગ અને યોગાભ્યાસના માધ્યમથી નિરોગી-ફીટ સમાજ માટે આલેખ જગાવી કાર્યરત છે. પતંજલી યોગ સમિતિના મહિલા અધ્યક્ષ મીનાબેન દાસાણી તથા તેમની ટીમ મહામંત્રી નયનાબેન ચુડાસમા, સિનિયર યોગ શિક્ષક યોગીનીબેન, કામીનીબેન, ગોપીબેન, આરતીબેન, નિધિબેન તથા મુસ્કાનબેન સાથે મળી યોગાભ્યાસ કરાવી જરૂરી માર્ગદશર્ન પુરૂં પાડ્યું હતું.
મહિલા એમ્પાવરમેન્ટ થીમ સાથે બહેનો-વિદ્યાર્થીઓમાં વિશેષ જાગૃતિ લાવવાના ભાગરૂપે વિશ્ર્વ યોગ દિવસે લેઉવા પટેલ સમાજના પટાંગણમાં ભવ્ય-વિશાળ યોગ શિબિરમાં 250 વિદ્યાર્થિનીઓ જોડાઇ હતી. એ.બી.વિરાણી ક્ધયા શાળા તેમજ છાત્રાલયની વિદ્યાર્થિનીઓની શિબિરને સફળ બનાવવા સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડિયા તથા તેમની ટીમ સાથે શાળાના પ્રિન્સીપાલ, શિક્ષકો, સ્ટાફ, છાત્રાલયના ગૃહમાતા, સ્ટાફ સક્રિય રીતે જોડાયા હતાં તેમ અધ્યક્ષ મીનાબેન દાસાણીની યાદી જણાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy