રાજકોટ, તા.1
જોઇન્ટ ફોરમ ઓફ BSNL - MTNL પેન્શનર્સ એસોસિએશન સેન્ટ્રલ હેડ ક્વાર્ટર ન્યુ દિલ્હીના આદેશાનુસાર સમગ્ર ભારતમાં તમામ BSNL ની મુખ્ય કચેરીઓ સામે હજારોની સંખ્યામાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કરી આવતીકાલ તા.2 જુલાઈને ડિમાન્ડ ડે તરીકે મનાવવામાં આવશે.
ઘણા લાંબા સમયથી BSNL - MTNL ના કર્મચારીઓ તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ ન મળતા કર્મચારીઓને નારાજગી વ્યાપી ગયો છે. ત્યારે આવતીકાલ તા.2 જુલાઈને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે જ્યુબિલિ બાગ, ટેલિફોન એક્સચેન્જ ગેઈટ રાજકોટ ખાતે વિશાળ સંખ્યમાં પેન્શનરો ઉપસ્થિત રહી સૂત્રોચ્ચાર કરશે.
ત્યારબાદ રાજકોટ BSNL ના પ્રિન્સિપાલ જનરલ મેનેજરને લાંબા સમયથી પેન્ડિંગ પગારપંચ પેન્શન રીવિઝન 1/1/2017 થી 15 ટકા ફીટમેન્ટ મુજબ આપવા માટે આવેદન પત્ર આપવામાં આવશે તેમજ ન્યુ દિલ્હીના સેક્રેટરી ડિપાર્ટમેન્ટ એક ટેલિકોમ તથા કોમ્યુનિકેશન મિનિસ્ટરને પણ અપવમાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy