મોરબીમાં ગુજરાત ગેસ કંપની સામે કરેલ કેસમાં ગ્રાહક તકરાર કોર્ટે વ્યાજ-ખર્ચ સહિત રૂપિયા ચૂકવવા કર્યો આદેશ

Local | Morbi | 28 March, 2024 | 02:04 PM
સાંજ સમાચાર

જીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા 28
 

મોરબીની સેવા ભાવી સંસ્થા પંચમુખી એજયુકેશન ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ લીમીટેડે વધારે બીલ આવતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા મોરબી જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરતાં ગ્રાહક અદાલતે ગુજરાત ગેસ લી. 1003 (એક હજાર ત્રણ) 9 ટકાના વ્યાજ તા.15-9-2021 થી તેમજ પાંચસો રૂપિયા માનસીક ત્રાસના અને એક હજાર ખર્ચ પેટે મંજુર કરેલ મોરબી સીરામીક નગરી છે લોસના નામે બીલમાં કેટલો વધારો કરી ગ્રાહકને આપવામાં આવે છે તેની તપાસ પણ લાલજીભાઈ મહેતા એ માંગેલ છે.

મોરબીની સેવા ભાવી સંસ્થાને ગરીબ-નિરાધાર વ્યકિતને મફત ટીફીન પહોંચાડે છે તેના પ્રમુખ પ્રહલાદસિંહ કે.ઝાલાને ગુજરાત ગેસ લી.કંપનીએ 289 યુનીટ ગેસ વાપરેલ તેના બદલે 315/99 યુનીટનો વપરાશ બતાવીને રૂા.12,147 બીલ આવેલ આ અંગે પ્રહલાદસિંહ ઝાલાએ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ ગેસ કંપનીની દલીલ હતી કે 289 યુનીટ સાચો પણ બીજો ગેસ લોસમાં ગયેલ છે.

તે ગ્રાહકને ભરવો પડે એવી દલીલ હતી.પરંતુ ગ્રાહક અદાલતે આ દલીલ માન્ય ન રાખતા જે 289 યુનીટ દેખાડે છે તેજ બીલ ગ્રાહકે ભરવાનું થાય આ રીતે ગ્રાહક અદાલતે રૂ.1003 (એક હજાર ત્રણ) 9 ટકાના વ્યાજ સાથે અને રૂ.500 માનસીક ત્રાસ બદલ અને રૂ.1000 ખર્ચના તા.15-9-21 થી ચુકવવાનો આદેશ કરેલ છે.મોરબી માં ઘરે ઘરે અને સીરામીક માં ઘણો બધો ગેસ વપરાય છે લોસ ના નાત્રે ગુજરાત ગેસ કા કેટલા કેટલા બીલ આપે છે તેની પણ તપાસની માંગણી લાલજીભાઇ એ કરેલ છે કોઇપણ સંસ્થા કે અન્ય રીતે અન્યાય થતો હોય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મો.98257 90412, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ મો.93774 99185 અથવા મંત્રી રામ મહેતા મો.99047 98048 નો સંપર્ક કરવો તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ યાદીમાં જણાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj