હિટ એન્ડ રનમાં પટેલ અગ્રણી ભીમજીભાઈ પરસાણાનું મોત નિપજાવ્યાના કેસમાં આરોપીને 6 માસની સજા

Crime | Rajkot | 28 March, 2024 | 03:31 PM
બેડી ગામ હાઇવે પર મૃતક તેના મિત્ર સાથે ચાની હોટલે ચા પીવા બેઠા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી સ્વીફ્ટ કારે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો
સાંજ સમાચાર

રાજકોટ, તા.28

બેડી ગામના લેવા પટેલ સમાજના અગ્રણીનું હિટ એન્ડ રનના કેસમાં મુત્યુ નીપજાવાવ બદલ કોર્ટે આરોપીને છ મહિનાની સજા ફટકારી હતી. આ બનાવની હકીકત એવી છે કે, તા. 25-6-2018ના રોજ બેડી ગામ હાઇવે પાસે આવેલ દિનેશભાઈ મોહનભાઈ સરસિયાની ગાત્રાળ ચા ની હોટલ પાસે બેડી ગામના લેવા પટેલ સમાજના અગ્રણી ભીમજીભાઈ રણછોડભાઈ પરસાણા તથા તેમના મિત્ર અશોકભાઈ પરસાણા ચા પીતા હતા. ત્યારે મોરબી સાઈડથી એક સ્વીફ્ટ કાર પુર ઝડપે ચલાવી પોતાની કારનો કાબુ ગુમાવી કાર સીધી હોટલ પાસે આવી અને હોટલ પાસે બેઠેલ ભીમજીભાઇને હડફેટે લીધેલ.

અશોકભાઈ બચી ગયેલ. ભીમજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ તરફ  કાર ચાલક પોતાની કાર મુકીને નાસી ગયો હતો. મૃતકના ભાઈ રવજીભાઈ રણછોડભાઈએ આ સ્વીફ્ટ કાર જીજે-03 એફડી 6702ના ચાલક સામે ફરિયાદ આપતા કુવાડવા રોડ પોલીસે ઈ.પી.કો. કલમ 304(અ), 279, 337, 338 તથા એમ.વી. એક્ટ કલમ 177, 184, 134 વી મુજબ ગુનો નોંધી, તપાસમાં આરોપી ઉમેશ ધનજીભાઈ ડુબેરીયાની ધરપકડ કરી હતી.

ચાર્જશીટ બાદ કેસ કોર્ટમાં ચાલતા ગુજરાતના પુત્ર, પત્ની તથા ગુજરનારના ભાઈ મૂળ ફરિયાદી તથા પીએમ કરનાર ડોક્ટર તથા ગાત્રળ હોટલના માલિક તથા ગુજરનાર સાથે રહેલ સાહેદોને તપાસવામાં આવેલા. બનાવને નજરે જોનાર સાહેદો દ્વારા જે બનાવવ બનેલ અને કાર પૂર ઝડપે આવેલ તેવું કોર્ટમાં જણાવેલ તથા કાર કોન ચલાવતું હતું તે વ્યક્તિને પણ ઓળખી શકે તે મુજબની જુબાનીઓ આપેલ હતી.

ફરિયાદીના એડવોકેટ નિતેશભાઈ કથીરિયા દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ કે, આરોપીને સજા થાય તેવી દલીલના સમર્થનમાં સુપ્રીમ કોર્ટ - હાઇકોર્ટના ચુકાદાઓ ટાંકી રજૂઆત કરેલ.

એડિશનલ ચીફ જ્યૂડી. મેજિસ્ટ્રેટ ફ.ક. દામીની દીક્ષિતે આરોપી ઉમેશ ડુબેરીયા ને છ માસની સજા તથા 3000 રૂપિયા દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક માસની સજા કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ ડી.કે. શ્રીમાળી તથા મૂળ ફરિયાદી વતી એડવોકેટ નિતેશભાઈ કથીરીયા રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj