સીઝનનો આઈપીએલ ક્રિકેટ સટ્ટાનો મોટો દરોડો

ન્યારીડેમ પાસે ફાર્મહાઉસમાં ક્રાઈમ બ્રાંચ ત્રાટકી: ભાવ લેતો મુંબઈનો બુકી ભાવેશ ઉપાધ્યાય ઝડપાયો

Crime | Rajkot | 28 March, 2024 | 04:19 PM
ફાર્મહાઉસ રાજકોટના ગિરધર પટેલનું હોવાનું ખુલ્યું: બુકી પાસેથી લેપટોપ, વાઈફાઈ, ત્રણ મોબાઈલ ફોન, બે ચોપડા, ટીવી, રોકડ અને કાર મળી રૂા.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો: ફંટર રાજકોટના મીત સોમૈયા અને ચિરાગ વણજારાની શોધખોળ
સાંજ સમાચાર

♦ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા.28
 

શહેરમાં આઈપીએલ સીરીઝની આ સીઝનમાં ક્રાઈમ બ્રાંચે સૌથી મોટી કાર્યવાહી કરી ન્યારીડેમ પાસે ફાર્મહાઉસમાં સુરક્ષિત જગ્યાએ બેસી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મુંબઈના ભાવેશ ઉપાધ્યાય નામના શખ્સને દબોચી કુલ રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. જયારે ફંટર તરીકે રાજકોટના મીત સોમૈયા અને ચીરાગ વણઝારાનું નામ ખુલતા ક્રાઈમ બ્રાંચે બંનેની શોધખોળ આદરી હતી.

દરોડાની વિગત અનુસાર ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ ડી.સી.સાકરીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે એ.એસ.આઈ. ઋષીરાજસિંહ જાડેજા, હેડ કોન્સ. હરદેવસિંહ રાઠોડ, કોન્સ. ઉમેશ ચાવડા, વિજય મહેતા, કુલદીપસિંહ જાડેજાને કણકોટ ગામની સીમમાં ન્યારીડેમના કાંઠે આવેલ ગીરધરભાઈ પટેલની વાડીના ફાર્મહાઉસના બિલ્ડીંગમાં ભાવેશ ઉપાધ્યાય નામનો શખ્સ ક્રિકેટ રમાડવાના જરૂરી સાધનો રાખી હાલ ચાલતી આઈપીએલની ક્રિકેટ મેચ પર આઈડી વડે સટ્ટો રમાડે છે તેવી ચોકકસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી ત્યાં હાજર ભાવેશ વિઠ્ઠલ ઉપાધ્યાય (ઉ.54) રહે. સેન્ટર વન બિલ્ડીંગ, મીરા રોડ, થાણે, મુંબઈને પકડી ત્યાંથી એક લેપટોપ કબ્જે કરી તેમાં ગુગલ ક્રોમમાં તપાસ કરતા એયુએકસ નામની માસ્ટર આઈડી ખુલેલ હતી. જેમાં આઈડી નામ સનીદેવ દશ જોવામાં આવેલ હતું અને હાલ ચાલતી હૈદરાબાદ સનરાઈઝ અને મુંબઈ ઈન્ડીયન્સની આઈપીએલ મેચમાં હારજીતના સોદાઓ કરેલ જોવા મળેલ હતા. ઉપરાંત અન્ય એક આઈડી 247 રેસીસ નામની આઈડી પણ ખુલેલ જોવા મળેલ હતી. આરોપી પાસેથી લેપટોપ, વાઈફાઈ, મોબાઈલ, ટીવી, રોકડ અને કાર મળી રૂા.5 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે તેની આઈડીમાં રાજકોટમાં રહેતા મીત સોમૈયા અને ચીરાગ વણઝારા પણ જુગાર રમતા હોવાનું ખુલતા બંનેની શોધખોળ આદરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj