રાજકોટ,તા.28
રાજય સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ GCAS આગામી એપ્રિલથી શરૂ થનાર છે ત્યારે કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા છાત્રોને અને સરકારી યુનિ.ને મુશ્કેલી પડવાની શકયતા સાથે પ્રત્યેક છાત્રોને રૂ।00નો બોજ ઉઠાવવો પડશે.આ પોર્ટલનાં અમલ અંગે વિચારણા કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.નિદત બારોટે શિક્ષણ મંત્રીને વિસ્તૃત મુદ્દાઓ બાબતે પત્ર પાઠવી રજુઆત કરી છે.
પ્રવકતા ડો.નિવૃત બારોટે રજુઆતમાં જણાવ્યું છે કે, GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસ) પોર્ટલ તા.1લી એપ્રિલથી અનેક વિષયમાં પ્રવેશ લેવા માંગતા છાત્રો માટે શરૂ થશે જેમાં ગુજરાતના આર્ટસ-કોલેજના છાત્રોે મોટુ ટિકિ ભાડુ ખર્ચી અનુદાનિત કોલેજોમાંGCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા જશે તો બીજી તરફ મોટા ભાગની કોલેજોમાં કલાર્કો પાસે પ્રિન્સીપાલો રોજીદુ કામ માંડ માંડ કરાવી રહ્યા છે. ત્યારે આ કામગીરી કરી શકે તેવા કલાર્કો જ મળશે નહી આ માટે વિચારવાની જરૂર છે દરેક યુનિ.માં કેમ્પસમાં 25 લોકોને બેસાડી હેલ્પ સેન્ટર કરવા જોઈએ.દરેક વિદ્યાર્થી પ્રવેશ માટે પોર્ટલમાં રૂ।00નો ખર્ચ શા માટે? માત્ર ફોર્મ ભરી અને યાદી જે તે યુનિ.આપવામાં આવે તે માટે રૂ।00નો ખર્ચ થતો જ નથી.
અંદાજે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ 2 લાખ છાત્રો પ્રવેશ લેતા હોય રૂ।00 લેખે પોર્ટલ ચલાવતી સંસ્થા અથવા એજન્સીને રૂ। કરોડ મળશે આ પોર્ટલના સંચાલક માટે રૂ। કરોડ જેવી રકમ કેટલી યોગ્ય કહેવાય ?પોર્ટલની મદદથી જે છાત્રો પ્રવેશ લેશે તે કોલેજમાં અધ્યાપક છે કે કેમ? ત્યાં શૈક્ષણિક વ્યવસ્થા શું છે તેની છાત્રોને ખબર નહી હોય સારૂ શૈક્ષણિક કાર્ય કરતી કોલેજો, યુનિ.ને નુકશાન જશે છાત્રો સરકારી કોલેજોમાં પ્રવેશ માટે પોર્ટલમાં રાહ જોતા રહેશેને પ્રાઈવેટ યુનિ.પ્રવેશ આપી કમાણી કરતી રહેશે માટે આ પોર્ટલથી પ્રવેશની પ્રકિયા અમલી થતા પુર્વે વિચારણા કરવા અંતમાં ડો.નિદત બારોટે માંગણી ઉઠાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy