રાજકોટ:તા 28
માર્ચ 2024 મહિનામાં જ આગાઉ યુનીક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગોએ 2 નેશનલ લેવલના મેડલ હાશિલ હતા.જેમા વધુ ઉમેરો કરતા સંસ્થાના દિવ્યાંગોએ માર્ચ મહિનાના અંત સમયે વધુ 2 નેશનલ મેડલ મેળવ્યા છે.
આ શ્રેણીને આગળ વધારતા તાજેતરમા જ સંસ્થાના નેશનલ પેરા ખેલાડીઓ પૈકી પ્રભા શિયાળે નવી દિલ્લી ખાતે યોજાયેલી 20મી સીનીયર અને 15મી જુનીયર નેશનલ પાવર લીફ્ટિંગ ચેમ્પીયનશીપમા ગોલ્ડ મેડલ હાસીલ કરીને સંસ્થાને તેમ જ ગુજરાતને ગૌરવ અપાવેલ છે.
તો બીજી તરફ અભય પ્રસાલ સ્ટેડીયમ, ઇંદોર ખાતે યુટીટી નેશનલ પેરા ટેબલ ટેનીસ ચેમ્પિયનશીપ 2023-2024 ગેમ્સમા ઇંદોર ખાતે સંસ્થાના નેશનલ પેરા ખેલાડીઓ પૈકી મનીશા ખખ્ખરે બ્રોંઝ મેડલ મેળવીને સંસ્થા અને ગુજરાતને ગૌરવ પ્રદાન કર્યુ હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy