(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.29
શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 (વિજ્ઞાન પ્રવાહ) ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટની પરીક્ષા મોરબી જિલ્લામાં આગામી તા. 31/3 ના રવિવારના રોજ સમય સવારના 10:00 કલાકથી બપોરના 16:00 કલાક દરમિયાન મોરબી ખાતે યોજાનાર છે. આ પરીક્ષાઓ શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યુ છે.
આ પરિક્ષા એસ.વી. પટેલ ક્ધયા વિદ્યાલય, ધી.વી.સી. ટેકનીકલ હાઇસ્કુલ, શ્રી ડી.જે. પટેલ ક્ધયા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, સેન્ટ મેરી હાઇસ્કુલ, નિલકંઠ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, ઉમા વિદ્યાલય વગેરે પરિક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 હેઠળ શિક્ષાપાત્ર થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy