બારદાન ગલીમાં આવેલ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા: રૂા.39 હજારના વોટર પેપર અને સ્પ્રેની ચોરી

Crime | Rajkot | 28 March, 2024 | 03:34 PM
પતરા ઊંચકાવી ગોડાઉનમાં પ્રવેશેલા તસ્કરો હાથફેરો કરી નાસી છૂટ્યા: બી. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.28
મોરબી રોડ પર બારદાન ગલીમાં આવેલ ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરોએ રૂ.39 હજારના વોટર પેપર અને સ્પ્રેની ચોરી કરી નાસી છૂટતાં બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ આદરી હતી.

બનાવ અંગે પારેવડી ચોક પાસે સુગર મિલ કમ્પાઉન્ડ હાતીમી રેસિડેન્સીમાં રહેતાં મુફદ્દલ અગર અલી સોસન (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, બારદાન ગલી, જુનો મોરબી રોડ, દયાલ મીલ પાછળ આવેલ તેમના ગોડાઉનમાં   કલર એસેસરીઝનો સામાન રાખેલ હોય છે. ત્યા તેઓ કલરનો વેપાર કરે છે. 

ગઇ તા.26/03/2024 ના સાંજના ગોડાઉનમાં કામ કરતા યાદવભાઈ ગોડાઉન બંધ કરી તાળુ મારી ઘરે ગયેલ બાદ ગઈકાલે સવારના ગોડાઉને ગયેલ અને ગોડાઉનના તાળા ખોલી અને અંદર જતા  કાઉંટરના ટેબલના ખાના ખુલ્લા હતાં. તેમજ સરસામાન વેરવીખેર પડેલ હતો. બાજુમા કબાટ હતો તે પણ ખુલ્લો હતો અને તપાસ કરતા ખબર છતના પતરા ઉચા દેખાતા હતા અને પતરાની નીચે ગોડાઉનમા લોખંડનો ઘોડો પડેલ હોય.

જેથી શંકા ગયેલ કે, અહી અમે ઘોડો રાખતા નથી તો આ ઘોડો અહી કેમ આવી ગયો જેથી લોખંડના ઘોડાના ખાનામા રાખેલ 33 એમ કમ્પનીના વોટર પેપર 2700 નંગ જેની કીમત રૂ.32400 તેમજ સ્પ્રે 4 બોક્ષ રૂ.7200 સહિતનો મુદ્દામાલ જોવામા આવેલ નહી, જેથી ગોડાઉનમા છતના પતરા ઉચકી કોઈ અજાણ્યાં તસ્કરોએ ગોડાઉનમાથી કુલ રૂ.39600 નો મુદ્દામાલ ચોરી નાસી છૂટ્યા હતાં.

બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj