13 હજાર ચુંટણી કર્મચારીઓની ત્રણ દિવસની તાલીમનો પ્રારંભ

Local | Rajkot | 28 March, 2024 | 04:53 PM
કર્મચારીઓનું જ્ઞાન ચકાસવા ઓનલાઈન કવીઝ પણ યોજાશે: કલેકટર પ્રભવ જોશી
સાંજ સમાચાર

રાજકોટ તા.28
 

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી માટે કર્મચારી સ્ટાફનાં પ્રથમ રેન્ડેમાઈઝેશન બાદ આજથી 13 હજાર કર્મચારીઓની ચૂંટણી તાલીમનો પ્રારંભ થવા પામેલ છે.કર્મચારીઓનાં આ તાલીમ વર્ગો આગામી તા.30 સુધી ચાલનાર છે.

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ આ અંગેની માહીતી આપતા જણાવ્યું હતું કે આ તાલીમ વર્ગોમાં કર્મચારીઓ માટે ખાસ કવીઝનું પણ આ વખતે આયોજન કરવામાં આવેલ છે.કલેકટર પ્રભવ જોશીએ આજે બપોર બાદ રાજકોટમાં કર્મચારીઓનાં તાલીમ વર્ગની મુલાકાત લીધી હતી અહી એ ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉપરાંત જસદણ, ગોંડલ, જેતપુર, અને ઉપલેટામાં ચૂંટણી કર્મચારીઓના આ તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે.

રાજકોટમાં સરકારી ઈજનેરી કોલેજ, એસ.વી.વિરાણી હાઈસ્કુલ પી.ડી.માલવીયા કોલેજ, આત્મીય કોલેજ, ઉપરાંત જસદણમાં ક્ધયા વિનય મંદિર, ગોંડલમાં મહારાજા ભગવતસિંહજી ટાઉનહોલ જેતપુરમાં લોહાણા મહાજનવાડી, અને ઉપલેટામાં વિવિધ લક્ષી વિનય મંદિર ખાતે ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. ડે.કલેકટરો અને પ્રાંત અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપી સજજ કરવામાં આવી રહ્યા છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj