રાજકોટ તા.28
શહેરમાં ભીડભાડવાળી જગ્યાએથી લોકોના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી લેતો કેશોદનો વિક્રમ ઉર્ફે ઈટલીને એ ડીવીઝન પોલીસે બસસ્ટેન્ડ પાસેથી 30 ચોરાઉ મોબાઈલ સાથે દબોચી રૂ.1.66 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. શહેર પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ અને એડી. પોલીસ કમિશ્ર્નર વિધી ચૌધરીએ વાહન ચોરી, મોબાઈલ ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગુનાઓ અનડીટેકટ કરવાની આપેલ સૂચનાથી બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં એએસઆઈ એમ.વી.લુવા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના હેડ કોન્સ. અજય બસીયા અને કોન્સ્ટેબલ રમેશ માલકીયાને મળેલ ચોકકસ બાતમીના આધારે બસસ્ટેન્ડની પાછળ આવેલ જય અંબે ચા નામની હોટલ પાસેથી ચોરાઉ 30 મોબાઈલ સાથે વિક્રમ ઉર્ફે ઈટલી મનુ મકકા (ઉ.36) રહે. નેસવાણ, કેશોદ ને ઝડપી પાડી ચોરાઉ 30 મોબાઈલ રૂ.1.66 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આરોપી બસસ્ટેન્ડમાં તેમજ શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓએ જઈ લોકોનું ધ્યાન ભટકાવી તેમના ખિસ્સામાંથી મોબાઈલ સેરવી નાસી છુટયો હતો. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ રાજકોટ, જુનાગઢ, મેંદરડા સહિતના અનેક પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુન્હા નોંધાયેલા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy