રાજકોટ. તા.28
જસદણના વાડોદ ગામમાં ધૂળેટીમાં રંગ ઉડાવનાર શખ્સ સાથે ઝઘડો કરતી બહેનને ઝઘડો કરવાની ના પાડી તને નવો ડ્રેસ લઈ દઈશ તેવું કહેતાં માઠું લાગી આવતાં 18 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, જસદણના વાડોદ ગામમાં વાડી વિસ્તારમાં રહેતી પાયલ રણછોડભાઈ સદાડીયા (ઉ.વ.18) નામની યુવતી ગઈ તા.25-03 ના ધુળેટીના દિવસે તે તેના ઘર પાસે હતી ત્યારે ગામના અજાણ્યાં યુવકોએ તેના પર કલર ઉડાડતા તેને તે યુવકો સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે તેનો મોટો ભાઈ ત્યાં આવી જતાં તેને ઝઘડો કરવાની ના પાડી તેને નવો ડ્રેસ લઈ આપશે તેવું કહ્યું હતું.
જે બાબતનું માઠું લાગી આવતાં યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં યુવતીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
વધુમાં યુવતીના માતાપિતા બનાવના દિવસે પૂનમ હોવાથી ચાલીને ચોટીલા દર્શને ગયા હતાં અને ઘરે રહેલ તેના ભાઈ-ભાભીએ તેને સારવારમાં ખસેડી હતી. પોલીસે યુવતીનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy