રાજકોટ એસ.ટી.વિભાગને વધુ -20 નવી બસો ફાળવાઈ

Local | Rajkot | 28 March, 2024 | 04:32 PM
રાજકોટ સહિત ડિવીઝનનાં 7 ડેપો વચ્ચે ફાળવણી કરાઈ
સાંજ સમાચાર

રાજકોટ,તા.28
 

તાજેતરમાં જ રાજકોટ એસ.ટી.વિભાગને 21 નવી બસો સેન્ટ્રલ ઓફીસ દ્વારા ફાળવાઈ હતી. અને ગત સપ્તાહમાં જ તેવું લોકાર્પણ કરવામાં આવેલ હતું.ત્યાં ફરી આજરોજ સેન્ટ્રલ ઓફીસે રાજકોટ એસ.ટી.વિભાગને વધુ-20નવી સુપરડિલકસ બસો ફાળવી છે તેમ એક વાતચીત દરમ્યાન વિભાગીય નિયામક જે.બી.કલોતરા એ જણાવેલ હતું.તેઓએ જણાવેલ હતું કે, આ નવી બસો પૈકી રાજકોટ ડેપોને-4 વાંકાનેર ડેપોને-4 મોરબીને-2 સુરેન્દ્રનગરને -2, જસદણને-2, લિંબડીને-2, તથા ધ્રાંગધા ડેપોને 2- બસો ફાળવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી.નિગમને ચાલુ વર્ષ દરમ્યાન કુલ-2500 નવી બસો ફાળવવામાં આવનાર છે. અને આ નવી બસોનું નિર્માણ કાર્ય હાલ નરોડા વર્કશોપ ખાતે પુરજોશમાં ચાલી રહ્યું છે. અને અત્રે દૈનિક 20 થી 30 નવી બસો તૈયાર થવા લાગી છે. તથા તૈયાર થયેલી બસો જુદા-જુદા એસ.ટી.વિભાગોને ફાળવવામાં પણ આવી રહી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj