(ધર્મેશ કલ્યાણી દ્વારા)
જસદણ તા. 29
ગ્રાહક સુરક્ષા અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા જસદણ તાલુકાના આંબરડી તથા શિવરાજપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ ગ્રાહક અધિકાર દિન 2024 નિમિતે રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સંપર્ક ઝુંબેશ ગ્રામિણ ગ્રાહકો સુધી વિસ્તારવા નિર્ણય લીધેલ જેના ભાગરૂપે જસદણ તાલુકાના આંબરડી, શિવરાજપુર ગામે ગ્રામપંચાયતની મુલાકાત લઇ ઘરે ઘરે ગ્રાહક જાગૃતિનો સંદેશો પહોચે તે માટે પ્રયત્ન હાથ ધરવામાં આવેલ હતા. આ પ્રસંગે આંબરડી ગ્રામ પંચાયતના સરપંચ ગૌરીબેન ઝાલા અને ઉપસરપંચ દયાબેન ભગત હાજર રહ્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે જીવન શાળામાં હાઈસ્કુલનાં વિદ્યાર્થીઓની મુલાકાત લઇ તેઓ દ્વારા ગ્રાહક જાગૃતિનો સંદેશો તેમના વાલીઓને પહોચે તે માટે અસરકારક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જીવન શાળાના ટ્રસ્ટી દિલીપભાઈ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી ખોડાભાઈ બસિયા, રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ યશવંતભાઈ જનાણી, ઉપપ્રમુખ અશોકભાઈ બાનુગરીયા, મહામંત્રી રસિકભાઈ સોલંકી વિગેરે હાજર હતા. કાર્યક્રમને તૈયાર કરવા માટે મુખ્ય સંયોજક હિમતભાઈ લાબડીયાએ જહેમત ઉઠાવેલ હતી તેમ રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનાં પ્રમુખ યશવંતભાઈ જનાણીની યાદી જણાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy