રાજકોટ, તા.28
મિસ ડિલવરી થતાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જનાના હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતી પરિણીતાને 15 દિવસ પહેલા મિસ ડિલવરી થઈ હતી. જેનું દુ:ખ લાગી આવતાં પરિણીતાએ ડિટર્જન્ટ પાવડર પી લીધો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ભિસ્તીવાડ નજીક આવાસ ક્વાર્ટરમાં રહેતી નયનાબેન જયેશભાઈ સોલંકી (ઉ.વ.24) નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે કપડા ધોવાનો ડિટર્જન્ટ પાવડર પી જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તેણી જનાના હોસ્પિટલમાં સફાઈ કર્મચારી છે. પરણિતાને 15 દિવસ પહેલા મિસ ડિલવરી થઈ હતી. જેનું દુ:ખ લાગી આવતા પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેણીને સંતાનમાં એક પુત્ર હોવાનું પરીવારજનોએ જણાવ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રદ્યુમનનગર પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy