હળવદના જુના દેવળીયાના યુવાને અગાઉ કરેલ એટ્રોસીટીની ફરિયાદનો ખાર રાખીને હત્યા કરવાનો પ્રયાસ

Local | Morbi | 28 March, 2024 | 12:23 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 28
 

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા યુવાને અગાઉ કરેલ એટ્રોસિટીની ફરિયાદનો ખાર રાખીને કારમાં આવેલા શખ્સ દ્વારા તેના બાઈક સાથે કારને અથડાવીને અકસ્માત કરવામાં આવ્યો હતો જેમાં યુવાનને ડાબા હાથની કોણી પાસે તથા ડાબા પડખાના ભાગે ઇજાઓ થઈ હતી અને મારી નાખવાની કોશિશ કરી હતી અને યુવાનને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી એટ્રોસિટીનો કેસ પાછો ખેંચી લેજે નહિતર હવે સાવ માથે ગાડી ચડાવીને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાણ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે આંબેડકરનગરમાં રહેતા શૈલેષભાઈ હરિભાઈ સોલંકી જાતે અનુ. જાતિ (34) એ સબીર હારુનભાઈ કટીયા જાતે મિયાણા રહે. જુના દેવળીયા વાળાની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તે જણાવ્યું છે કે તે પોતાનું બાઈક લઈને જુના દેવળીયા ગામે આવેલ પટેલ સમાજની વાડીના ગેટ પાસેથી જઈ રહ્યો હતો ત્યારે આરોપી સબીર હારુનભાઈ કટીયા સામે અગાઉ વર્ષ 2018 માં એટ્રોસિટીની ફરિયાદ કરેલ છે અને તે કેસમાં ફરિયાદી યુવાને સમાધાન ન કરતા તે બાબતનું મન દુ:ખ રાખીને આરોપીએ તેની સ્વીફ્ટ ગાડી ફરિયાદી યુવાનના બાઈક સાથે અથડાવી હતી અને અકસ્માત કર્યો હતો.

ત્યારે ફરિયાદીને ડાબા હાથની કોણી પાસે અને ડાબા પડખામાં ઇજાઓ થઈ હતી અને તેને મારી નાખવાની કોશિશ કરેલ છે તથા ફરિયાદીને જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહીને એટ્રોસિટીનો અગાઉ કરેલ કેસ પાછો ખેંચી લેજે નહીંતર સાવ માથે ગાડી ચડાવીને જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકી આપી હતી અને આરોપી ત્યાંથી નાશી ગયો હતો હાલમાં ભોગ બનેલા શૈલેષભાઈ સોલંકીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
 

અકસ્માતમાં ઇજા
 

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેર સોસાયટીમાં રહેતો યસ ભીખાભાઈ પરેચા (19) નામનો યુવાન મોરબીના સનાડા રોડ ઉપર આવેલ રામચોકના ઢાળ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈક આડે ગાય ઉતરતા ગાય સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં યશ પરેચાને ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા છે

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj