ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે, આવા સંજોગોમાં લુ લાગવાની ઘટના વધુ જોવા મળતી હોય છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક)કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં વધુ બને છે.
જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહ્ય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. શરીર અને હાથ પગ દુ:ખવા, માથું દુ:ખવુ, શરીરનું તાપમાન વધી જવું, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી વગેરે લૂના લક્ષણો છે.
લુ લાગવાથી બચવાના માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું.
દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, નાળીયેર નું પાણી,ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી તાવ આવે તો તરત જ નજીકના દવાખાનાનો સંપર્ક કરવો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy