સાવરકુંડલા તાલુકાના મોલડી ગામના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી મોલડી ગામમાં મોટાભાગની સરકારી અને ગૌચરની જમીનોમાં દબાણ કરી લેવામાં આવ્યું છે. જેના પરીણામે મોલડી ગામના રેઢીયાર માલઢોર તેમજ માલધારી સમાજના લોકો અને પશુપાલકો અન્ય લોકોને પોતાના પશુઓને ચરાવવા માટે મુશ્કેલ બની ગયું છે.
ખરેખર તો દરેક ગામડામાં આવી સરકારી ગૌચરની જમીન માત્રને માત્ર પશુ માટે અને ગામના માલધારી સમાજના પશુઓને ચરાવવા માટે જ હોય છે. તત્કાલ મોલડી ગામમાં સર્વે કરાવી જે ગૌચરની જમીન દબાણ હેઠળ હોય તેને તાત્કાલીક ખાલી કરાવી અને જે વ્યકિતઓએ ગૌચરની જમીનનું દબાણ કરેલ હોય તેની સામે ફોજદારી તથા કડકમાં કડક કાર્યવાહીકરવા ગ્રામજનો ઘ્વારા માંગ કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy