જામનગર જીલ્લા સહકારી બેંક દ્વારા બીલ પેમેન્ટની સુવિધા બેંકના ખાતેદારો માટે શરૂ કરવામાં આવી છે. પ્રર્વતમાન સમયમાં આધુનીક ટેકનોલોજીની સગવડતાઓ બેંકના ગ્રાહકો - ખાતેદારોને મળે તે માટે બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, વાઈસ ચેરમેન બળવંતસિંહ જાડેજા, મેનેજીંગ ડાયરેકટર ધરમશીભાઈ ચનીયારાના માર્ગદર્શન હેઠળ બેંકની ઈર્ન્ફોમેશન એન્ડ ટેકનોલોજી ટીમ દ્વારા ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ ઉભી કરવામાં આવી છે.
આ સુવિધા હેઠળ બેંકના ખાતેદારો વીજળી બીલ, ગેસ બીલ, મોબાઈલ ફોનના બીલ સહિત જુદા-જુદા પ્રકારના 26 બીલના નાણાં બેેંકમાં ભરી શકશે. જામનગર જીલ્લા સહકા2ી બેંકની આ ભારત બીલ પેમેન્ટ સીસ્ટમનું લોન્ચીંગ બેંકના ચેરમેન જીતુભાઈ લાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે જીલ્લા સહકારી બેન્કના જી.એમ઼ અલ્પેશભાઈ મોલીયા, મેનેજર એડીમીસ્ટેશન નિકુલસિંહ જાડેજા, આઈ.ટી.વિભાગના હેડ મનીષભાઈ ડોબરીયા, રીક્વરી ઓફીસર આનંદભાઈ ડાંગર ઉપસ્થિત રહેલ. બેંકના ખાતેદારોના આ સુવિધાનો લાભ તા.01-04-2024 થી નિયમીત રીતે મળતો થશે. પ્રા2ંભે આ સેવા જીલ્લા સહકારી બેંકની જામનગર સ્થિત મુખ્ય શાખામાં શરૂ કરાશે અને ત્યાર પછી આ સેવા જીલ્લા ભરની બેંકની શાખાઓમાં તબકકાવાર શરૂ કરવામાં આવશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy