કચ્છના ચિત્રોડ ગામે માતાજીના મંદિરમાં પ્રવેશ કરી મૂર્તિ ખંડિત કરનારા આરોપીને ઝડપી લેતી ગાગોદર પોલીસ

Local | Kutch | 27 March, 2024 | 12:17 PM
સાંજ સમાચાર

(ગનીકુંભાર) ભચાઉ, તા. 27
 

પોલીસ અધિક્ષક સાગર બાગમાર પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા ભચાઉ વિભાગ સૂચન કરેલ જે અન્વયે ચિત્રોડ ગામે મોમાઇ માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરી હોવા બાબતે ગાગોતદર પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11993017240068/2024 ઇ.પી.કો. કલમ 295.441 મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે બાબતે ગુનો તાત્કાલીક શોધી કાઢી અને આરોપી પકડી પાડવા સુચના કરેલ.

જે અનુસંધાને ગુનાની ગંભીરતા ધ્યાને લઇ ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. વી.પી. આહીર તથા ગાગોદર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી સાથે રહી ચિત્રોડ ગામના અલગ અલગ સીસીટીવી કેમેરાઓ ચેક કરેલ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા હકીકત મળેલ કે મોમાઇ માતાજીના મંદિરમાં મૂર્તિ તોડી ખંડિત કરનાર આરોપી પ્રભુભાઇ ધનજીભાઇ બારસણીયા (વાલ્મીકી) (રહે. સાલાણીવાસ ચિત્રોડ તા. રાપર કચ્છ) ઇસમ હોય અને સાલાણીવાસ પાસે આવેલ બાવળની ઝાડીમાં છે. તેવી સચોટ બાતમી હકીકત મળતા પોલીસ સ્ટાફ સાથે સદરહુ બાતમીવાળી જગ્યાએથી આરોપી પ્રભુભાઇ ઉર્ફે મિથુન ધનજીભાઇ ઉર્ફે રાયધણભાઇ બારસણીયા (વાલ્મીકી) ઉ.વ.ર1 રહે. સાલાણીવાસ ચિત્રોડ તા. રાપર કચ્છવાળો મળી આવતા ઇસમને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આરોપીને યુકિત પ્રયુકિતથી ઇન્ટ્રોગેશન કરતા સદર ઇસમે આ ગુનો કર્યાનું સ્વીકારેલ હોય જેથી આરોપીની ધોરણસર  અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

આ કામગીરી પોલીસ સબ ઇન્સ. વી.પી.આહીર તથા ગાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj