જામનગર તા.28
જામનગર ટ્રાફિક પોલીસે વધુ એક સપાટો બોલાવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે દંડનો દંડો ઉગામ્યો હતો. કારમાં બ્લેક ફિલ્મ રાખી સીનસપાટા કરતાં 100 થી વધુ વાહનચાલકોને દંડી કાયદાના પાઠ ભણાવાયા હતાં.
ઉચ્ચ અધિકારીઓની સુચનાને પગલે જામનગર ટ્રાફીક પોલીસે જામનગર-ખંભાળિયા હાઇવે પર આવેલ ટી-સર્કલ પાસે ડ્રાઇવ ગોઠવી ફોરવ્હીલરમાં કાળા કાચ લગાવનાર વાહનચાલકોની સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેના બ્લેક ફિલ્મ મામલે 100 થી વધુ કેસ કરાયા હતાં અને રોંગ સાઇડ ઉપરાંત ડ્રાઇવીંગ લાયસન્સ, પીયુસીના કેસો કરી એક લાખ ઉપરાંતનો દંડ વસુલાયો હતો. આ કાર્યવાહીમાં પીએસઆઇ એમ.બી.ગજ્જર, આર.ડી.ગોહિલ, આર.એલ.કંડોરિયા, બી.જે.તીરકર, આર.સી.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ બી.ઝાલા, મનહરસિંહ વી. ઝાલા, પ્રતિપાલસિંહ નિતેન્દ્રસિંહ સોઢા, રવીકુમાર નવીનકુમાર બુજડ, નારણભાઇ પરબતભાઇ વસરા, રાજેશભાઇ હમીરભાઇ કરમુર તેમજ ટીઆરબી જવાન દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy