ખૂનની ધમકીના ગુન્હામાં ફરાર આરોપીને ઝડપી લેતી એલસીબી

Local | Jamnagar | 28 March, 2024 | 02:56 PM
સાંજ સમાચાર

જામનગર તા.28: જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલો અને ખૂનની ધમકી સહિતના કેસમાં ફરાર આરોપીને એલસીબી પોલીસે પકડી પાડ્યો હતો. છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપી આરોપી ફરાર હતો. જેને પકડી એલસીબીએ સ્થાનિક પોલીસને સોંપ્યાનું સામે આવ્યું છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરના ઠેબા ગામે ભાવપરા રામાપીરના મંદિર પાસે રહેતાં આરોપી હેમંત ઉર્ફે ચેતન લખુભાઇ ગમારા નામનો શખ્સ પંચકોષી એ ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અને ખૂનની ધમકી સહિતના કેસમાં સંડોવાયેલ હતો. જે છેલ્લા એક વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. દરમિયાન એલસીબી પોલીસ સ્ટાફના ધાનાભાઇ મોરીને બાતમી મળી હતી કે આરોપી જાંબુડા ગામના પાટિયા પાસેથી પસાર થવા હોય, બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ આરોપીની પકડી પાડ્યો હતો અને વધુ પૂછપરછ અર્થે પંચકોષી એ ડિવિઝન પોલીસના હવાલે કર્યો હતો.

આ કાર્યવાહી એલસીબી પીઆઇ વી.એમ.લગારિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.કે.કરમટા, પી.એન.મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડિયા, હરદિપભાઇ ધાંધલ, વનરાજભાઇ મકવાણા, ધનાભાઇ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, મયુદીનભાઇ સૈયદ, કાસમભાઇ બ્લોચ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj