જિલ્લા સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ માટે ખેલાડીઓની પસંદગી અંગે કેમ્પનું આયોજન

Local | Jamnagar | 28 March, 2024 | 03:09 PM
ક્રિકેટ બંગલા ખાતે પસંદગી માટેના કેમ્પમાં 3 એપ્રિલ સુધી થશે કામગીરી
સાંજ સમાચાર

જામનગર તા.28
 

જામનગરમાં  જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલમાં 6 પ્રવેશ મેળવવા માંગતા અંડર-9, અંડર-11 અને અંડર-14ના વિવિધ રમતોના ખેલાડીઓની પસંદગીનો કેમ્પ ક્રિકેટ બંગલો ખાતે ચાલુ થઈ રહ્યો છે. જેમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓને ધ્રોલ અને કાલાવડ ખાતેની સ્પોર્ટસ સ્કુલ ડેઝિગ્નેટ કરવામાં આવેલી ખાનગી ટ્રસ્ટની શાળાઓમાં એડમીશન આપવામાં આવશે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપથી ખેલ. પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા એક સંયોજિત એવી ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કુલ ( જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ) યોજના હેઠળ પસંદગી પામેલા અંડર-9, અંડર-11, અંડર-14ના વિવિધ રમતોના ખેલાડીઓને યંગ ટેલેન્ટ અને ધ્રુવન લેન્ટ તરીકે તરીકે હોસ્ટેલ ધરાવતી કાલાવડ અને ધ્રોલની બે શાળાઓમાં એડમીશન આપીને તેઓને સરકાર તરફથી વિનામુલ્યે શિક્ષણ, અભ્યાસ સામગ્રી, નિવાસ, ભોજન, શાળાનો ગણવેશ તેમજ સ્પોર્ટસના ડ્રેસ-કીટ આપવામાં આવે છે. આ પ્રકારના એડમીશનો માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી જામનગર દ્વારા ખેલાડીઓની પસંદગીનો કેમ્પ તા.28/3/24થી તા.3 એપ્રિલ સુધી ચાલુ રહેશે.

જેમાં તા.28મીએ ઝોન-1 અને રના ખેલાડીઓ, તા.ર9મીએ ઝોન-3 અને 4ના, તા.30મીએ ગ્રામ્ય કક્ષાના, તા.31મીએ કાલાવડ, તા.1 એપ્રિલે જોડીયા, તા.રજીએ ધ્રોલ અને લાલપુર તેમજ તા.3જીએ જામજોધપુરના ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. આ તમામ પ્રક્રિયા જામનગરમાં અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન (ક્રિકેટબંગલો) ખાતે સવારે 7 વાગ્યાથી શરુ થશે. ખેલાડીઓને સવારે 7નો રિપોર્ટીંગ સમય અપાયો છે. આ પસંદગીની આ ટેસ્ટને બેટરી ટેસ્ટ નામ અપાયું છે. આ ટેસ્ટમાં પસંદગી પામેલા બાળ ખેલાડીઓને કાલાવડની હિરપરા અને ધ્રોલની ડી.એમ. મહેતા નામની ટ્રસ્ટની બોર્ડિંગ સ્કુલોમાં એડમીશન આપીને સ્પોર્ટસ માટે તૈયાર કરવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj