અંતે.... 20 દિવસ બાદ આર.ટી.ઓ.નું સર્વર શરૂ!

Local | Rajkot | 28 March, 2024 | 04:35 PM
ડ્રાઇવીંગ ટેસ્ટ, લાયસન્સ સહિતની તમામ મહત્વની કામગીરી આજ સવારથી શરૂ
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
અંતે લાંબા ઇન્તજાર બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં આજ સવારથી આરટીઓનું ઠપ્પ થઇ ગયેલું સર્વર શરુ થઇ ગયું હોવાનું આરટીઓ તંત્રના સત્તાવાર સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસ કરતાં વધુ સમયથી રાજકોટ સહિત રાજ્યભરમાં આરટીઓનું સર્વર ગંભીર ટેકનીકલ ક્ષતિના કારણે સદંતર ઠપ્પ થઇ ગયું હતું આથી સર્વત્ર આરટીઓની તમામ ઓનલાઇન કામગીરી બંધ થઇ જવા પામી હતી. ખાસ કરીને ડ્રાઇવીંગ ટેસ્ટ સહિતની મહત્વની કામગીરી ખોરંભે ચડી ગઇ હતી અને સમગ્ર રાજ્યમાં ભારે દેકારો મચી ગયો હતો.

દરમ્યાન આ પ્રશ્ર્ને ભારે દેકારો થઇ જતાં ગાંધીનગરના વાહન વ્યવહાર વિભાગના તાકિદની અસરથી સર્વરને ફરી  શરુ કરવા માટે દિલ્હીથી એનઆઇસીની ખાસ ટેકનીકલ ટીમ બોલાવવામાં આવી હતી. આ ટેકનીકલ ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર ખાતે સર્વરને ફરી શરુ કરવા દિવસ-રાત જહેમત ઉઠાવી હતી. અંતે આજે સવારથી ફરી સર્વર શરુ થઇ ગયું છે.

દરમિયાન રાજકોટ જિલ્લા આરટીઓ અધિકારી કે.એમ. ખપેડનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ હતું કે આજે સવારથી ફરી સર્વર શરુ થઇ ગયું છે. અને ડ્રાઇવ ટેસ્ટ સહિતની ઓનલાઇન કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી આરટીઓનું સર્વર રાજ્યભરમાં ઠપ્પ થઇ જતાં રાજકોટ સહિત અનેક જિલ્લામાં ડ્રાઇવીંગ ટેસ્ટ માટેનું વેઇટીંગ 20 હજાર સુધી પહોંચી ગયું હતું. જો કે હવે ફરી સર્વર શરુ થઇ ગયું છે ત્યારે હવે આરટીઓ કચેરી ખાતે લોકોનો ધસારો વધશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj