જુનાગઢ તા.28
મઢડા ખાતે પુજારીને રિવોલ્વર સાચવવા આપેલ જે સાધુ પાસે લાયસન્સ ન હોવા છતાં તેમને રિવોલ્વર સાચવવા આપતા મહિલા સહિત સાધુ સામે પણ આર્મ એકટ 29(બી) 30 મુજબ ગુન્હો કેશોદ પોલીસે દાખલ કરેલ છે.
કેશોદથી 17 કી.મી. દુર મઢડા ગામે બનેલી ઘટનામાં જુનાગઢ અંબીકા ચોક સરિતા એપાર્ટમેન્ટ બ્લોક નં.202માં રહેતી ગંગાબેન ઉર્ફે ગીતા રાઠોડ (ઉ.54)ને કલેકટર દ્વારા સ્વસંરક્ષણ માટે 32 બોરની રિવોલ્વર લાયસન્સ આપવામાં આવેલ જે હથીયાર લઈને મઢડા દર્શને ગયેલ જયાં રાત્રીના 11 કલાકે તા.1-4-2024ના મઢડા ભીમનાથ મંદિરના પુજારી પાસે હથિયારનું લાયસન્સ ન હોવા છતાં રોહિતગીરીને સોંપેલ જયાંથી હથિયાર ગુમ થઈ જવા પામેલની ફરિયાદ નોંધાઈ છે પરંતુ ગંગાબેન ઉર્ફે ગીતાબેને પુજારી પાસે પરવાનો (લાયસન્સ) ન હોવા છતાં હથિયાર આપતા કેશોદ પોલીસે આર્મ એકટ 29(બી) 30 મુજબ ગુન્હો નોંધી ગીતાબેન તેમજ પુજારી ભીમનાથ મંદિર રોહીતગીરી નીરંજનદેવગીરી સામે ફરિયાદ દાખલ કરતા પીએસઆઈ આર.એન.ઓડેદરાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy