વેરાવળ: કાલે પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશ્યથી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામું કરાયું પ્રસિદ્ધ

Local | Veraval | 29 March, 2024 | 11:37 AM
સાંજ સમાચાર

વેરાવળ,તા.29
 

આવતીકાલે તા.30ના રોજ રાજય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા સવારના 10:30 થી 01:00 કલાક દરમિયાન કોમન પ્રવેશ પરીક્ષા તેમજ બપોરના 03:30 થી 05:30 કલાક દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપની જાહેર પરીક્ષાઓ લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પરીક્ષા સ્થળોની આસપાસ પ્રતિબંધ મુકવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પરીક્ષા અસામાજિક તત્વોના ત્રાસ/ભય વિના પરીક્ષાર્થીઓ આપી શકે તથા બિલ્ડીંગ કંડકટરઓ અસામાજીક તત્વોના ત્રાસ/ભય વિના જાહેર પરીક્ષાનુ સંચાલન કરે તે જરૂરી છે.જે અનુસાર જિલ્લા શિક્ષણાધિકારી ગીર સોમનાથ દ્વારા નકકી કર્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના વિસ્તારમાં કાલે તા.30ના રોજ સવારના 09:30 થી સાંજના 18:30 કલાક સુધી પરીક્ષા કેન્દ્રોની આસપાસ 100 મીટરના વિસ્તારમાં કોઈ પણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠા થવુ નહી તેમજ ઝેરોક્ષ/ફેકસ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઈટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઈંગ મશીન દ્વારા કોઈએ કોપી ન કરવી.પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અધિકૃત વ્યકિત સિવાય કોઈ અનઅધિકૃત વ્યકિતએ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરવો નહી. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય દંડ સંહિતાની કલમ-188 હેઠળ કાર્યવાહી કરાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj