ચૂંટણી પંચે સુચવેલી સુવિધાઓ ઉપરાંત વધારાની સવલતો ઉભી કરવાની પણ તૈયારી

આકરા ઉનાળાથી મતદાન ઘટવાનું જોખમ; મતદારો માટે એકશન પ્લાન ઘડાયો

Local | Rajkot | 28 March, 2024 | 04:08 PM
તમામ મતદાન મથકોએ મતદારોને ‘તાપ’થી બચાવવા છાંયડાની વ્યવસ્થા કરાશે: પેરા મેડીકલ ટીમ તૈનાત રહેશે: પીવાના પાણી, ફર્સ્ટ-એઇડ બોક્સ સહિતની ગોઠવણો માટે તંત્ર સજજ
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી આયોગની ગાઇડ લાઇન મુજબ સુચારૂરૂપથી યોજવા માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર સજજ બની ગયેલ છે.

રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં 70 ટકા મતદાનનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. પરંતુ સૂર્યનારાયણે આકરો મિઝાઝ બતાવવાનું અત્યારથી શરુ કરી દીધું હોય આકરા તાપ અને કાળઝાળ ગરમીની મતદાન પર અસર પડવાની શક્યતા રહેલી છે.

ત્યારે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારના મતદાન મથકો પર મતદારો પર ગરમી અને આકરા તાપની અસર ન થાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આ અંગે અધિક કલેક્ટર મુછારે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠક વિસ્તારમાં 2236 જેટલા મતદાન મથકો આવેલા છે. જેમાંથી જે મતદાન મથકો પર યોગ્ય છાંયડાની વ્યવસ્થા ન હોય ત્યાં છાંયડા વ્યવસ્થા ઉપલબ્ધ કરાશે.

તેની સાથોસાથ તમામ મતદાન મથકો પર પીવાના પાણીની સુવિધા ઉપરાંત ફર્સ્ટએઇડ બોક્સ તેમજ પેરા મેડીકલ સ્ટાફ પણ તૈના કરાશે આ માટે પૂરતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

અહીં એ ઉલ્લેખનીય છે કે, સૂર્યનારાયણના આકરા મિઝાઝના પગલે ગરમી-તાપનો પારો માર્ચ એન્ડીંગમાં જ 41 ડીગ્રીએ પહોંચી થયો છે તેમજ આગામી તા.7મેના રાજકોટ લોકસભા બેઠકનું મતદાન થનાર છે. ત્યારે ગરમી-તાપનો પારો વધીને 43 ડીગ્રીને પાર થવાની શક્યતા રહેલી છે.

ત્યારે આકરા તાપના પગલે તેની મતદાન પર કોઇ અસર ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરી દેવામાં આવેલ છે. જેમાં મતદાન મથકો પર છાંયડો ઉપરાંત પીવાના પાણી તેમજ મતદાન મથકો પર મતદારોને જરુર પડ્યે આકસ્મિક તબીબી સારવાર મળી રહે તે માટે ફર્સ્ટએઇડ બોક્સ અને પેરા મેડીકલ સ્ટાફ પણ તૈનાત કરવાનું આયોજન કરાયેલ છે. 

આ ઉપરાંત મતદાન મથકો પર મતદારોની કતારો ન લાગે તેનું પણ ધ્યાન અપાશે. મતદાન મથકો પર અલગથી બે-ત્રણ વધારાના રૂમો પણ રખાશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj