અમરેલી ઉનાળાના પ્રારંભે ધગી ગયું: બપોરે માર્ગો સુમસામ

Local | Amreli | 29 March, 2024 | 12:49 PM
હજુ ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી: ગરમી અને લૂથી બચવા આરોગ્ય વિભાગે આવશ્યક સૂચનો જારી કર્યા
સાંજ સમાચાર

(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.29
ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શકયતા છે. તેને અનુસંધાને અમરેલી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહે તેવી શકયતા હોય આવા સંજોગોમાં લુ લાગવાની શકયતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના કેસો ખાસ કરીને નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો,  અશકત, બીમાર હોય તેવા દર્દીઓ, શ્રમિકો અને ખેત મજૂરોને લુ લાગવાની ઘટના વધુ પ્રમાણમાં બને છે જે જીવલેણ પણ બની શકે છે.

શરીર અને માથાનો દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ત્વચાનું ગરમ, લાલાશવાળું અને શુષ્ક થઈ જવું, ઉલ્ટી કે ઉબકા થવા કે આવવા, આંખે અંધારા કે ચક્કર આવવા, શ્વાછોશ્વાસ અને હૃદયના ધબકારા વધી જવા, અતિ ગંભીર હોય તો તેવા કિસ્સામાં ખેંચ આવવી કે બેભાન થઈ જવું જેવા લક્ષણો લુ લાગવા સમયે થાય છે તે દરેક નાગરિકે જાણવું જરૂરી છે.

લુ લાગવાથી બચવાનાઉપાયો કરવા આવશ્યક છે. ગરમીમાં શકય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી, આંખે ચશ્મા અને માથા પર તડકો ના લાગે તે રીતે છત્રીનો ઉપયોગ કરવો, ભીના સુતરાઉ  કપડાથી માથું ઢાંકી રાખવું, જરૂર જણાય તો ભીના કપડાથી  શરીરને અવારનવાર લૂછવાની આદત કેળવવી,  સૂર્ય પ્રકાશ સીધો આવે તેવું હોય તો તેનાથી બચવું અને દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાયા વાળા સ્થળમાં રહેવું, દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, નાળીયેરનું પાણી, ઓ.આર.એસ. વગેરે પીવાની આદત કેળવવી, નાના બાળકો, સગર્ભા માતા, વૃઘ્ધો અને અશકત, બીમાર વ્યકિતઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જરૂરી છે, ગરમીમાં બજારમાં મળતો ખુલ્લા વાસી ખોરાક ખાવા નહિ, સામાજિક પ્રસંગો હોય ત્યારે દૂધ, માવામાંથી બનાવવામાં આવેલા ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહ્યા હોય તો તે ખાવા નહિ, ગરમીની ઋતુમાં બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું, ચા - કોફી, તમાકુ - સિગરેટ સહિતના  ઉત્પાદનોના સેવનથી લુ લાગવાની શકયતા વધે છે તેથી તેનું સેવન ટાળવું, માથાનો દુ:ખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, દવાખાનાનો સંપર્ક કરવા અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ અધિકારી દ્વારા એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj