ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મધ્યમ વર્ગની બહેનોની રોજીરોટી માટે કુબેરનાથ રોડ લુહાર શેરીના નાકે ગ્રીનચોકની બાજુમાં આ સીવણ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે.જેના સંચાલિકા જાગૃતિબેન પરમાર દ્વારા કટીંગ અને સીવણ શીખવવામાં આવશે.આ પાંચમાં સીવણ કેન્દ્રનું ઉદઘાટન સમિતિના ચેરમેન દેવકરણભાઈ આદ્રોજા, સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ મોરબી સીટીના સેક્રેટરી ત્રિભોવભાઈ સી.ફૂલતરિયા અને બાલુભાઈ કડીવાર હાજર રહ્યાં હતા.બહેનો સીવણ શીખીને પગભર બનીને કુટુંબ અને સમાજને ઉપયોગી બને તેવી ભાવના આ તકે વ્યક્ત કરવામાં આવી હતી.તેમ સભ્ય ટી.સી.ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.
(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ દ્વારા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy