કન્ઝ્યુમર બાર રાજકોટની પ્રથમ વાર્ષિક સાધારણ સભા યોજાશે

Local | Rajkot | 28 March, 2024 | 04:07 PM
જિલ્લા કન્ઝ્યુમર કમિશન માટે અલગ બિલ્ડીંગની માંગણી : કલેકટરને આવેદન પાઠવાયું
સાંજ સમાચાર

રાજકોટ, તા.28
 

કન્ઝ્યુમર લો પ્રેકિટસનર્સ એસોસિએશન એટલે કે ક્ધઝ્યુમર બાર રાજકોટની પ્રથમ વાર્ષિક સાધારણ સભાનું આયોજન આવતીકાલે શુક્રવારે સાંજે 6:30 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ વિકાસલક્ષી અને પ્રક્રિયાગત મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

ગત વર્ષે જ આ બારની રચના થઈ હતી. બારના પ્રમુખ ડી. બી. વસાવડા તથા ઉપપ્રમુખ ગજેન્દ્ર જાનીએ સંયુક્ત યાદીમાં જણાવેલ કે, આ બારમાં 85 થી વધારે નોંધાયેલા સભ્યો છે અને ક્ધઝ્યુમર બાર દ્વારા જીલ્લા કમિશન રાજકોટ ખાતે પ્રેકિટસ કરતા વકીલઓને નડતર વિવિધ પ્રકારના નાના-મોટા પ્રશ્નોને લઈ જેમાં મુખ્યત્વે બાસ્કેટ પ્રથા, ખરી નકલ, ડેઈલી બોર્ડ સફળ રજૂઆતો કરવામાં આવેલ છે.

હાલમાં જ કલેકટર સમક્ષ આવેદન આપીને માગણી કરેલી છે કે જુના કોર્ટ કમ્પાઉન્ડ/બિલ્ડીંગો કે જે હાલ ખાલી હાલતમાં પડી રહેલ છે. સાત માળ વાળા બિલ્ડીંગના ત્રણ માળ ક્ધઝ્યુમર કમિશનને ફાળવવામાં આવે તેવી રજૂઆતો તેમના દ્વારા કરવામાં આવેલી છે. ક્ધઝ્યુમર બારની પ્રથમ વાર્ષિક સાધારણ સભા માત્ર ગત વર્ષે સભ્ય ફી ભરી સભ્યપદ મેળવેલ હોય તેવા નોંધાયેલા સભ્યો પુરતી જ મર્યાદિત છે જેમાં મીટીંગ બાદ ગીત સંગીત તથા ભોજનનું આયોજન પણ કરવામાં આવેલ છે તો સભ્યોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામા આવ્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj