મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઈ ગરચરએ પીએમશ્રી તાલુકા શાળા નં. 2, દરબારગઢ ની મુલાકાત લીધેલ હતી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાલીગણને સરકારી શાળામાં વિદ્યાર્થીઓને મળતી વિવિધ સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાની સચોટ અને સ્પષ્ટ માહિતી આપી હતી જીલ્લા વિકાસ અધિકારીએ વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે સીધો વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા અને અભ્યાસની સાથે સાથે મતદાન જાગૃતિ બાબતની વાલીગણ સાથે ચર્ચા કરી હતી. અને સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ છે. તેમાં આપણે બધાએ મતદાન કરવું જ જોઈએ. આ રાષ્ટ્રિય પર્વની મતદાન કરી ઊજવણી કરવી જોઇએ અને છેલ્લે સર્વ લોકોએ મતદાન જાગૃતિ અને મતદાન માટેના શપથ લીધા હતા.
(તસ્વીર: જીગ્નેશ ભટ્ટ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy