શહેર ભાજપ પ્રમુખ તરીકેના 300 દિવસની સાથે પ્રદેશ ભાજપે આપેલ નમો એપ લક્ષ્યાંકને પુર્ણ કરતાં મુકેશ દોશી

Local | Rajkot | 29 March, 2024 | 04:52 PM
દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી રાજકોટમાં પ્રથમ ક્રમે
સાંજ સમાચાર

રાજકોટ:તા 29 

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીએ પ્રમુખ તરીકેના 300 દિવસ પૂર્ણ કર્યા છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કક્ષાએથી સોંપવામાં આવેલ તમામ લક્ષ્યાંકો પૂર્ણ કરવાની સાથો સાથ રાજકોટ શહેરના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, હોદેદારો, પદાધિકારીઓ, મોરચા, સમિતી, સેલ સહિતના સાથે સંપર્કથી માંડી સોંપવામાં આવેલ વિવિધ કાર્યક્રમો ઘડવા અને તેમને માર્ગદર્શન આપી પૂર્ણ કરવામાં આવેલ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ભાજપની સંગઠન પ્રક્રિયા અંતર્ગત શહેર ભાજપ પ્રમુખથી લઈ વોર્ડ, શકિતકેન્દ્ર અને બુથ સુધી સંગઠનની રચના કરવામાં આવી છે. 

શહેર ભાજપ પ્રમુખ બન્યા પછી મુકેશભાઈ દોશીએ શહેરના વોર્ડ 1-18 માં વોર્ડના તમામ શ્રેણીના કાર્યકતાઓને મળી તેમને પ્રોત્સાહિત કરવા માટે તેમના વોર્ડમાં પ્રવાસ કરી 4500 કાર્યકતાઓ સાથે મળી તેમને ભારતીય જનતા પાર્ટીની કાર્યપધ્ધિત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે સીધો જનસંપર્ક કરી લોકોની વચ્ચે રહેવા તેના દરેક પ્રસંગમાં રહેવા માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમો એપ ડાઉનલોડ કરવાની યોજનામાં દશ હજાર નમો એપ ડાઉનલોડ કરાવી લક્ષ્યાંક પુરો કરી રાજકોટના સૌપ્રથમ શહેર ભાજપ પ્રમુખ બન્યા છે. માઈક્રો ડોનેશન અંતર્ગત વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને સહિતના સાથે 200 માઇક્રો ડોનેશન ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આવા વિવિધ કામો માટે તેમજ રાજકોટ શહેરના કાર્યક્રમોના સફળ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભિનંદન પાઠવેલ છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj