રાજકોટ,તા.27
ચેક રિટર્નની ફરિયાદમાં રીમાન્ડ થયેલ કેસમાં આરોપીને 2-વર્ષની સજા તથા 6 ટકા વ્યાજ સાથે વળતર ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.કેસની વિગત મુજબ શુભમ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર દરજ્જે ફરિયાદી ભાવનાબેન કલ્પેશભાઈ જોષી ધારા ધોરણ મુજબ લાયસન્સ ધરાવે છે,આરોપી નયનકુમાર હરસુખલાલ જોષી (લક્ષ્મીનગર શેરી નં.5,નાનામૌવા મેઈન રોડ, રાજકોટ) ને અંગત જરૂરીયાત માટે તથા ધંધાના વિકાસ માટે લોન પેટે રકમની જરૂરીયાત હોય જેથી પેઢી પાસેથી લોન પેટે રૂ।લાખ લીધેલ હતાં.
હપ્તાની રકમ ચડી જતા રૂ।8,680 ચેક આપેલ હતો.ચેક ફંડસ ઈનસફીસીયન્સના શેરા સાથે પરત ફરેલ જે અંગેની એડવોકેટ મારફત નોટીસ મોકલાવેલ પરંતુ નોટીસનો કોઈ જવાબ આપેલ નહીં હોવાથી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ જે કેસ ચાલી જતા આરોપીને કોર્ટે સજા કરેલ અને તે સજાની સામે આરોપી અપીલમાં ગયેલ અને અપીલમાં તેમનો કેસ રીમાન્ડ કરીને પાછો નીચેની કોર્ટમાં મોકલેલ, જે રીમાન્ડ કેસ પણ કોર્ટમાં ચાલી જતા તેના અનુસંધાને ફરીયાદીના ધારાશાસ્ત્રી સી.બી.તલાટીયાની મુખ્ય દલીલ તથા રજૂઆતો તથા વિવિધ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓમાં પ્રસ્થાપિત કરેલ સિદ્ધાંતો અંગેની દલીલોને ધ્યાને લઈ કોર્ટએ આરોપી નયનકુમાર જોષીને 2-વર્ષ(સાદી કેદ)ની સજા તથા વાર્ષિક 6 ટકાના સાદા વ્યાજે વળતર તરીકે એક -માસમાં ચુકવવાનો હુકમ કરેલ જો એકમાસમાં ચુકવવામાં કસુર કરે તો વધુ-6 માસની સજાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરિયાદીવતી એડવોકેટ સી.બી.તલાટીયા કે.પી.મોઢા, મહેન્દ્ર એન.ભાલુ તથા લીગલ કર્લાક તરીકે દિલીપભાઈ ત્રિવેદી રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy