’આખા પાટીયામાં કબ્જો અમારો છે’ કહીં હડાળાના સાત શખ્સોનો હોટલના સંચાલક પર હુમલો

Crime | Rajkot | 29 March, 2024 | 05:02 PM
યુવાનને ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડાયો: કુવાડવા રોડ પોલીસે રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.29
 

હડાળાના પાટીયા પાસે ગામના સાત શખ્સોએ આખા પાટીયામા કબ્જો અમારો છે કહીં હોટલના સંચાલક પર ધોકાથી હુમલો કરતાં યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે1કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે હડાળા ગામે રહેતાં મનોજભાઇ ઘેલાભાઇ વકાતર (ઉ.વ.24) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સામંત દેવા સાનીયા,

બાઘા ઓઘણ સાનીય, રાજા દેવા સાનીયા, રોનક સામંત સાનીયા, જીવણ રાજા સાનીયા, દેવા કુંભા સાનીયા અને નવદીપ બાઘા સાનીયાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ચાની લારી તેમજ ખેતીકામ કરે છે.  તેમની ચાની લારી મોરબી રોડ પર આવેલ છે. બે દિવસ પહેલા મોરબી રોડ હડાળાના પાટીયા પાસે રોડની સામેની સાઇડ ચાનો થડો નાખવાનુ નક્કી કરેલ અને ખુબ તડકો હોય જેથી ત્યાં મંડપ પણ નાખેલ હતા. તે વખતે સામાવાળા સામંત  સાનીયા ગામમા વાતો કરતો હતો કે, આ જગ્યા મારી છે .

તેવી વાત તેમના કાકા મંગાભાઇ વકાતરને જાણવા મળતા તેઓને વાત કરેલ હતી. બાદ ગઇ કાલ રાત્રીના જે જગ્યાએ થાંભલા રોપેલ હતા તે જગ્યાએ જોયેલ તો થાંભલા હતા નહી અને થાંભલામા કુવાડા મારેલ હતા જેથી  સામંત  સાનીયાને ફોન કરેલ કે, આ થાંભલા કોને કાઢ્યા જેથી તેને કહેલ કે, આ થાંભલા મે કાઢ્યા છે કહી ગાળુ બોલવા લાગેલ જેથી તેને કહેલ કે, આપણે ગામના જાપા પાસે મળી અને શાંતીથી વાત કરીએ જેથી ગામના જાપા પાસે ગયેલ તતો ત્યાં ફરિયાદી તેના પિતાને બનાવની વાત કરે તે પહેલા  સામંત સાનીયા, રાજા સાનીયા, બાઘા સાનીયા, રોનક, જીવણ, દેવા અને નવદીપ નામના શખસોએ કહેલ કે, તમારે ત્યા હોટેલ કરવાની નથી આખા પાટીયામા કબ્જો અમારો છે તેમ કહી ગાળો દેવા લાગેલ અને ધોકા વડે હુમલો કરતાં બંને હાથમાં ગંભીર ઇજા પહોંચી હતી.  બાદમાં ઇજાગ્રસ્તને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીનો શોધખોળ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj