રાજકોટ, તા.28
રાજકોટમાં ચાની હોટલ બહાર આડેધડ પાર્ક થતા વાહનો અંતે પોલીસને દેખાયા છે. હોટલોના સંચાલક- વાહન ચાલક સહિત 16 સામે કાર્યવાહી થઈ છે.
માલવીયાનગર પોલીસે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે આવેલ નકળંગ ટી સ્ટોલ અને ડિલક્સ પાનની દુકાને આડેધડ વાહન પાર્ક હોય, હોટલ સંચાલક સુરેશ સવા ચિરોડીયા, પાનના ધંધાર્થી રાજેશ જેઠા કરંગીયા, તેમજ વાહન પાર્ક કરનાર હિતેન ગૌતમ ભડનજી, સરફરાઝ રૂસ્તમ પઠાણ, જય વિજય વ્યાસ, દર્શન ધીરજ સખીયા, નાગજી પુના પરમાર અને પ્રશાંત અશોક પઢીયાર સામે અલગ અલગ બે ગુના દાખલ કર્યા હતા.
પ્ર. નગર પોલીસે ફૂલછાબ ચોકમાં ખીડિયાર ટી સ્ટોલ આગળ આડેધડ વાહન પાર્ક થયા હોય, હોટલ સંચાલક રઘુ દાના ભુવા, વાહન ચાલકો અહેમદખાન યાસીનખાન પઠાણ, વિક્રમ રણજીત મકવાણા, ઈમ્તિયાઝ અનવર પીપરવાડીયા સામે ગુનો નોંધ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy