શિવવંદના ટ્રસ્ટ દ્વારા :શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ અલૌકિક,દિવ્ય આયોજન

વિશ્વમાં સર્વ પ્રથમવાર આદિ કૈલાસમાં ગુંજશે શિવનાદ

Local | Rajkot | 23 May, 2024 | 04:05 PM
તા.1લી જૂનના 150 યાત્રિકો રાજકોટથી પ્રસ્થાન કરશે: પૂ.હંસગિરિબાપુના વ્યાસાસને શિવકથા: કથા સમયે દેશના શહીદો માટે વિશેષ ફંડ એકત્રિત કરાશે: રાષ્ટ્રધ્વજ લહેરાવાશે વિવિધ ધાર્મિક આયોજનો સાથે મહાપ્રસાદ અને ભંડારો સાત દિવસ યોજાશે
સાંજ સમાચાર

રાજકોટ,તા.23

આગામી તા.1 થી 16 જૂન દરમ્યાન શિવવંદના ચેરીટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલીડેઝ રાજકોટના સંયુકત ઉપક્રમે ઐતિહાસિક અને વિશ્ર્વમાં સૌપ્રથમ આદિ કૈલાસ અને ૐ પર્વતની પરમ પવિત્ર ભૂમિમાં શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો, ઉત્સવો અને લઘુરૂદ્રયજ્ઞનું આયોજન છે ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો.યશવંત ગૌસ્વામી જણાવે છે કે અત્યાર સુધી આ જગ્યાએ માત્ર સરકારી રાહેજ જવાતું હતું.અતિ દુર્ગમ ગણાતી આ યાત્રાનો માર્ગ ચે ઘારચુલાથી નાભીગામ સુધી પેવર રોડ બની જતા હવે આ માર્ગ વિશ્ર્વનો મોસ્ટ એડવેન્ચર રોડ બનતા વર્ષ 2022થી આ યાત્રા ભારત સરકારે તમામ માટે ખુલ્લી મુકાઈ હતી.ત્યારે પણ ભારતમાંથી આદિ કૈલાશ યાત્રાએ જનાર સૌપ્રથમ ગ્રુપ રાજકોટથી જ આદિ કૈલાસ ચણાએ ગયેલ.અને હવે વિશ્ર્વમાં સૌપ્રથમ શિવકથાનું ઐતિહાસિક આયોજન કરવાનું સૌભાગ્ય મહાદેવના આર્શિવાદ અને યાત્રિકોના અદમ્ય ઉત્સાહથી થયેલ છે.

આદિ કૈલાસ અને ૐ પર્વત નેપાળ ભારત અને ચીનના સીમાપ્રાંત વિસ્તારમાં આવેલ હોવાથી સરકારની અનુમતિ અને મેડીકલ ટેસ્ટ વિના આ વિસ્તારમાં પ્રવેશી સકાતું નથી.આદિકૈલાસ માનસખંડનો જ એક ભાગ છે અને પંચકૈલાસમાં સર્વપ્રથમ આદિ કૈલાસ છે આદિ કૈલાસની સાથે યાત્રિક ગૌરીકુંડ, પાર્વતી સરોવર, પાંડવ પર્વત, કુંતિપર્વત, ગણેશ પર્વત, બ્રહ્મપર્વતની સાથે આદિ-અનાદિ ૐ પર્વતના દર્શન બાદ મહાદેવની તપોભૂમિમાં મેડીનેશન દ્વારા શહેરના ધગધગતા અને ધમાલીયા જીવનને છોડી એક અદ્ભુત અને અલૌકિક કોસ્મીક એનર્જીનો અનુભવ કરશે.અને શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ દ્વારા આ સુષ્ટિના આદિદેવ મહાદેવના ચરિત્રનું સંગીતમય શૈલીમાં રસપાન કરી મહાદેવની કુપાના અધિકારી બનવાની સાથે સાત પેઢીનું સ્વયંની સાથે કલ્યાણ કરશે. 
આ શિવકથા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી ગુજરાત અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓને નિમંત્રિત કરાયા છે.

શિવમહાપુરાણ કથાના મુખ્ય યજમાન પીપળીયા હોલવાળા મહેશભાઈ મોહનભાઈ પીપળીયા છે.જયારે શિવકથાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે-આંતરરાષ્ટ્રીય શિવકથાકાર પૂ.હસદેવગિરિ બાપુ શિવાશ્રમ નવાગામ અત્યાર સુધીનું સૌથી મોટું ગ્રુપ 150 યાત્રિકો શિવકથા ગ્રુપમાં યાત્રાએ તા.01 જૂન રાત્રે 8 કલાકે અમરનાથ મહાદેવ મંદિર બીગબજાર પાછળ 150 ફુટ રીંગરોડ ખાતેથી યાત્રામાટે પ્રસ્થાન કરશે.ત્યારે રાજકોટના વિવિધક્ષેત્રના અગ્રણીઓ અને સાધુ સંતો વિદાય આપશે.મહાદેવની પૂજા આરતી બાદ યાત્રિકો આદિકૈલાસ યાત્રામાં માટે પ્રસ્થાન કરશે.યાત્રામાં 51 દંપતી સાથે 86 વર્ષના યાત્રિક પણ છે.

મહાદેવ માપાર્વતી અને મહર્ષિ વેદવ્યાસની તપોભૂમિમાં યાત્રિકો માટે સ્પે.હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞની સાથે પિતૃતર્પણની ધાર્મિક વિધિ પણ કરાવાશે. ધાર્મિક અનુષ્ઠાન સાથે ભારત વર્ષ અને વિશ્ર્વશાંતિ અર્થે આયોજીત શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞમાં પ્રાપ્ત અનુદાન દેશની રક્ષામાટે શહિદ થનાર શહિદ પરિવારને અપાશે.આદિ કૈલાસ અને ૐ પર્વત સ્થળે 17500 ફૂટની ઉંચાઈએ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત સાથે શહિદોને સલામી સાથે શ્રધ્ધાંજલી અપાશે. શિવકથા દરમ્યાન વ્યસનમુકિત અભિયાન સાથે વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે પોથીયાત્રા સાથે શિવ પાર્વતી વિવાહ, દેવી પ્રાગટય,ગણપતિ પ્રાગટય, 12 જયોતિલિંગની સાથે પાર્થેશ્ર્વર શિવલિંગ પૂજન, શિવતાંડવ જેવા પ્રસંગો ઉજવાશે, આ તમામ ધાર્મિક વિધિ વેદાચાર્ય પંડિત પ્રમોદકુમાર દવે કરાવશે. યાત્રિકો સાથે સ્થાનિક લોકો માટે પણ મહાપ્રસાદ અને ભંડારાનું 7 દિવસ આયોજન થયેલ છે.

તમામ યાત્રિકોને વિદાય આપવા સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતી સહિત ભગવા ગ્રુપ રાજકોટના તમામ સાધુસંતો ઉપરાંત ભરતભાઈ બોઘરા, પરેશભાઈ ગજેરા, જયેશભાઈ બોઘરા, મુકેશભાઈ દોશી, સંસદસભ્યો અને ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, દેવાંગભાઈ માંકડ, મંત્રી ભાનુબેન બાબરીયા, લલીતભાઈ રાદડીયા, વિજયભાઈ ડોબરીયા, જયેશભાઈ ઉપાધ્યાય શાંતિભાઈ ફળદુ કલ્પકભાઈ મણિયાર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને ન્યુઝ ચેનલના પ્રતિ નિધિઓ હાજર રહેશે.શિવવંદના ટ્રસ્ટ દ્વારા આદિ કૈલાસમાં વિશ્ર્વમાં સૌપ્રથમ શિવમહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે વિવિધ કાર્યક્રમો સહિત ભંડારો રાખવામાં આવેલ છે. આ કથાની આવક શરીદોને દાનમાં અપાશે.ઉપરોકત માહિતી આપવા ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર ડો. યશવંત ગોસ્વામી, મહેશભાઈ પીપળીયા, ડો.એન.ડી.શીલુ નાથાભાઈ પટેલ તથા શિવમ ગોસ્વામી આવેલા હતાં. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj