રાજકોટ, તા.23
આજના સમયમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સૌથી સામાન્ય કેન્સર બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનનું કેન્સર છે, આ કેન્સરની જાણ શરૂઆતના તબક્કામાં થઈ જાય તો તેની સારવાર શક્ય છે. મોટાભાગે આ વિષેની જાગૃતિના અભાવ તેમજ સ્તન કેન્સરની ખર્ચાળ તપાસના કારણે મહિલાઓને સ્તન કેન્સરની જાણ થાય ત્યારે ઘણું મોડું થઈ જાય છે.
આ તકલીફને નિવારવા માટે રાજકોટની રોટરી ક્લબ ઓફ રાજકોટ તથા રાજકોટના લોકોને સસ્તી અને સારી આરોગ્ય સેવાઓ મળે તે માટે કટિબદ્ધ કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મેમોગ્રાફી સેન્ટર શરૂ કરવાનું નક્કી કરવામાં આવેલ, આ સેન્ટરને શરૂ કરવા માટે વિનાબેન વિપીનભાઈ મીઠાણીની યાદમાં સૂર્યકાંત કોઠારી પરિવાર વતી રોટરી ક્લબ ઓફ રાજકોટના પૂર્વ પ્રમુખ હરીશ કોઠારી, સભ્ય રજની યોગેન્દ્ર માલુ તથા ગ્રીવા ફાઉન્ડેશનના અમિતભાઈ લાખાણીનો આર્થિક સહયોગ મળેલ છે. રોટરી કર્મયોગ મેમોગ્રાફી સેન્ટરનું લોકાર્પણ યુનાઈટેડ કેર હોસ્પિટલ, રૈયા રોડ ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં પ્રતિવર્ષ 500 ટેસ્ટ રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા વિનામૂલ્યે કરી આપવામાં આવશે, તે ઉપરાંત કોઈ પણ સંસ્થા મેમોગ્રાફી કેમ્પ કરવા ઇચ્છતી હોય તો રાહત દરે કેમ્પ કરી આપવામાં આવશે. તેમજ દર્દીને મેમોગ્રાફી તપાસની જરૂર હોય તો રાહત દરે કરી આપવામાં આવશે.
રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા આગામી તા. 26 ને રવિવારના રોજ એક મેમોગ્રાફી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં રજીસ્ટ્રેશન માટે મો.નં.8090080071 પર સંપર્ક કરવાનો રહેશે. લોકાર્પણ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ દિવ્યેશ પટેલ, સેક્રેટરી પરાગ તન્ના, કર્મયોગ ચેરિટેબલ ટ્રસ્ટના કમલેશ વિરડીયા, ગ્રીવા ફાઉન્ડેશનના અમિતભાઈ લાખાણી, યુનાઈટેડ કેર હોસ્પિટલના ડાયરેક્ટર ડો. જીગ્નેશ મેવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy