(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા)
મોરબી તા, 23
હળવદ તાલુકાના માનગઢ ગામ નજીક રેતી ખનીજનું વહન કરતા હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને હળવદ પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર કે હિટાચી મશીન અને એક ટ્રક પકડીને આગળની કાર્યવાહી કરેલ છે
મોરબી જીલ્લામાં ખનીજ ચોરી અને ખનીજ વહન જેવી પ્રવુતિ રોકવા કાર્યવાહી કરવા કડક સુચના એસપી દ્વારા આપવામ આવેલ છે ત્યારે હળવદના પીઆઇ આર.ટી.વ્યાસ અને તેની ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે માનગઢ ગામે નદીના કાઠા પાસે બાતમી હકીકત આધારે રેડ કરી હતી ત્યારે રેતી ખનીજનુ ખનન કરતા EXCAVATOR મશીન તથા એક ટ્રક (પાટલો) રજી નંબર જીજે 12 વાય 9883 મળી આવ્યા હતા અને આધાર કે પરમીટ માંગતા પોતાની પાસે કોઇ આધાર કે પરમીટ નહી હોવાનુ ત્યાં હાજર રહેલા લોકોને જણાવ્યુ હતું જેથી કરીને હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને મુદામાલ હસ્તગત કરી મોરબી ખનીજ વિભાગને કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરેલ છે આ કામગીરી પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમે કરી હતી
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy