રાજકોટ પાસપોર્ટ ઓફિસ કે હેરાનગતિનું ઘર ! : લોકો પરેશાન, તંત્ર બેફિકર

Local | Rajkot | 27 March, 2024 | 05:36 PM
અમુક કાઉન્ટર પર માત્ર એક જ કર્મચારી હોય, તોછડાઈભર્યું વર્તન કરવામાં આવે છે, એપોઈન્ટમેન્ટ મળતી નથી - સાઈટનું સર્વર ડાઉન હોય, પૂરતી માહિતી કચેરી પર મળતી નથી, સિક્યોરિટી તોછડું વર્તન કરે છે સહિત અનેક પ્રશ્ર્નો છતાં સાંસદો - ધારાસભ્યો સાવ ચૂપ
સાંજ સમાચાર

► મહિલા, બાળકો, વડીલો સહિત પાસપોર્ટ ઓફિસે પહોંચનાર અરજદારો પર તંત્ર જાણે ઉપકાર કરતુ હોય તેવું વર્તન : સોશ્યલ મીડિયા પર વાયરલ વિડિયો સાથે ભારે રોષ

રાજકોટ : 
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં આવેલ રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ હવે લોકો માટે હેરાનગતિનું ઘર હોય તેવું સાબિત થાય છે. લોકો અહી આવે છે ત્યારે એટલા ધરમધકકા ખાવા પડે છે અથવા તો ખૂબ જ ધીમી પ્રોસેસનો સામનો કરવો પડે છે. પાસપોર્ટ ઓફિસ ટાટા ક્ધસલ્ટ્સીને સંચાલન કરવા અપાયું છે પરંતુ જે કેન્દ્ર સરકારના કર્મચારી છે તેનું વર્તન ખૂબ તોછડું હોય છે.

પાસપોર્ટ ઓફિસ પર સૌરાષ્ટ્ર ભરથી લોકો નવો પાસપોર્ટ, રીન્યુઅલ, નેમ ચેન્જ, વગેરે જેવી સેવાઓ લેવા માટે પહોંચે છે. પરંતુ ઘણી વખત તો સાઈટનું સર્વર ડાઉન હોવાથી પ્રોબ્લેમ થતાં હોય છે તો અનેક વખત જ્યારે માંડ માંડ અપોઈન્ટમેન્ટ મળે છે તો સિક્યોરિટીને પૂરતી માહિતી નથી હોતી તો અરજદાર જાણે કોઈ ગુન્હેગાર હોય તેવું વર્તન કરતા હોય છે. પાસપોર્ટ ઓફિસ પહોંચનાર લોકો માટે પૂરતી સુવિધા કે માહિતી હોવી જરૂરી છે.

પાસપોર્ટ ઓફિસમાં ટોકન આધારે કામ થતું હોય છે પરંતુ દરેક વિભાગમાં જેમકે ફોર્મ અને ફિંગર પ્રિન્ટ વિભાગ, દાખલ વિભાગ અને અંતે પાસપોર્ટ ચકાસણી વિભાગમાં ક્યાંક ને ક્યાંક કર્મચારીઓનો અભાવ હોય છે. હાલ, વેકેશન એપ્રિલ મે માં હોય અને તેથી લોકોને વિદેશ જવાનું હોય તેના માટે પાસપોર્ટની જરુરિયત હોય છે. ગઈકાલે સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ત્રણ લોકોના કાઉન્ટર પર માત્ર એક જ કર્મચારી બેઠા હતા અને તેની સામે સેંકડો લોકો લાઈનમાં ઊભા હતા. વીડિયોમાં બાળકો, મહિલાઓ, વડીલો પર હેરાન થતા દેખાય છે.

કર્મચારીઓને કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો તે જવાબ નથી દેતા અથવા તો અપમાનજનક વર્તન કરે છે. લોકો માટે પાસપોર્ટ જવું તે એક સજારૂપ બની ગયું છે.  રાજકોટમાં બે સાંસદો, ચાર ધારાસભ્યો જેમાંથી એક કેબિનેટ મંત્રી છતાં રાજકોટ પાસપોર્ટ ઓફિસની પ્રશ્ર્ન હલ નથી કરી શક્યા તે એક શરમજનક બાબત છે. હવે રાજકોટમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાનો છેલ્લા એકાદ મહિનાથી ઉપસ્થિતિ છે.

ત્યારે લોકો ઇચ્છે છે કે રાજકોટ પાસપોર્ટ ઓફિસ પર પૂરતો સ્ટાફ મળે, જે સ્ટાફ હોય તે લોકોના પ્રશ્નોનુ નિવારણ લાવવામાં મદદરૂપ બને. નેમ ચેન્જ માટે કાઉન્ટર પર પહોંચતા લોકો માટે ત્યારે ખબર પડતી હોય છે કે તેના ફોર્મમાં કોઈ ભૂલ છે અથવા અધૂરી માહિતી છે. જે વ્યક્તિ બે થી ત્રણ કલાકનો સમય વિતાવ્યો હોય તેને બાદમાં માલૂમ પડે છે. તો આ પ્રક્રિયા પહેલા પણ થઈ શકે છે. કર્મચારીઓને પૂછવામાં આવે તો અપમાન કર્યાનો આરોપ અરજદારે મૂક્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં કોઈ સુધારો આવે તેવી આશા રાજકીય નેતાઓ અને તંત્ર પાસે લોકો રાખે છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj