રાજકોટ, તા.28
હાલમાં જ મીરા મુવમેન્ટ ઇન એજ્યુકેશન ને 90 વર્ષ પૂર્ણ થતા વિશ્વસ્તરે એક મિનિટના જીંગલ રચનાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની સાધુ વાસવાણી શાળાએ પ્રથમ સ્થાન મેળવ્યો હતી. જેથી વિશ્વ સ્તરે એસ.વી.મિશન દ્વારા જીંગલને ફંક્શન એન્થમ તરીકે ઘોષિત કરવામાં આવી.
આજથી લગભગ 35 વર્ષ પહેલા સાધુ ટી એલ વાસવાણીજીના આધુનિક ભણતર સાથે ચારિત્ર ઘડતરને જોડતા સાત મૂલ્યનિષ્ઠ સિદ્ધાંતો સાથે ક્રમશ: સાધુ વાસવાણી સ્કૂલ તથા સાધુ વાસવાણી સ્કૂલ ફોર ગર્લ્સની સ્થાપના કરવામાં આવી. માત્ર ગણતરીના વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલ શાળા હાલ 3000 થી પણ વધારે વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સાથે ચારિત્ર ઘડતરના પાઠ ભણાવી સ્વસ્થ સમાજની રચનામાં ઉત્કૃષ્ટ યોગદાન પ્રદાન કરી રહી છે. આર્થિક પરિસ્થિતિના કારણે અથવા પરિવારના મોભીની ગેરહાજરીની સર્જાતા આવી પડેલ આર્થિક સંકટથી કોઈ પણ બાળક ભણતરથી વંચિત ન રહી જાય એ હેતુથી મેનેજમેન્ટ દ્વારા જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્કોલરશીપ આપવામાં આવે છે.
આ અંતર્ગત ચાલુ સત્રમાં કુલ 350 વિદ્યાર્થિઓને જરૂરિયાત અનુસાર ફ્રીશીપ તથા સ્કોલરશીપ આપવામાં આવી. શાળામાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના પરિવારને દર મહિને રાશનની સહાય પૂરી પાડવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાની શૈક્ષણિક સ્પર્ધાઓમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું સન્માન વધારી રહ્યા છે. ધો. 10 અને ધો. 12 નું 100% રિઝલ્ટ વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં સંતોષ તથા ઉત્સાહની લાગણીનો સંચાર કરે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy